ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ-દમણ-સેલવાસમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ, સાર્વત્રિક 1થી 3 ઇંચ વરસાદ...

વાપી: સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પોતાની છડી પોકાર્યા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ પોતાની એન્ટ્રી કરી છે. વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં શુક્રવારે આખો દિવસ મેઘાવી માહોલ સાથે વરસાદ વરસતા લોકોમાં આનંદની છોળો ઉડી હતી.

વલસાડ-દમણ-સેલવાસમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ, સાર્વત્રિક 1થી 3 ઇંચ વરસાદ..

By

Published : Jun 29, 2019, 6:35 AM IST

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં અસહ્ય ઉકળાટ વચ્ચે ગુરુવાર રાતથી મેઘરાજાએ વિધિવત પધરામણી કરી છે. ચોમાસાનો વિધિવત પ્રારંભ થતાં ખેડૂતો, શહેરીજનો અને ગ્રામ્યજીવનમાં જાણે નવો સંચાર થયો છે.

અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા ચારેકોર ઠંડકનો માહોલ અનુભવાય રહ્યો છે. લોકો પ્રથમ વરસાદના ટીપાને ઝીલવા ભીંજાયા હતા. શાળાએ જતા અને આવતા બાળકો રેઇનકોટ છત્રીમાં સજ્જ હોવા છતાં પાણીના ખાબોચિયાઓમાં છબછબિયાં કરતા હતા.

વલસાડ-દમણ-સેલવાસમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ, સાર્વત્રિક 1થી 3 ઇંચ વરસાદ..

ગુરુવારની રાતથી શુક્રવારના સાંજના 4 વાગ્યા સુધીમાં સાર્વત્રિક 1 ઇંચથી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં સૌથી વધુ 75 mm વરસાદ વરસ્યો છે. જ્યારે દાદરા નગર હવેલીમાં સૌથી ઓછો 23 mm વરસાદ વરસ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીએ તો, વલસાડમાં 33mm, પારડીમાં 37mm, ઉમરગામમાં 72mm, ધરમપુરમાં 56 mm, અને કપરડામાં 71 mm વરસાદી પાણી વરસ્યુ છે.

વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વિજપોલ ધરાશાઈ થતા વીજળી ગુલ થઈ હતી. જેને પૂર્વવત કરવા GEBની ટીમ સતત કાર્યરત છે. ખેડૂતોએ વાવણીની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરી વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં અને રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને લોકોએ તકલીફોનો સામનો કર્યો હતો.

એકંદરે સિઝનના પહેલા વરસાદે લોકોમાં ખુશીની લહેર જગાવી છે. દરેક લોકો આવરે વરસાદ ઢેબરીયા વરસાદની કવિતા પંક્તિ ગણગણતાં જોવા મળ્યા હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details