દમણ:સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 15 જેટલા ચાકુના ઘા મારી એક યુવતીની હત્યા કરવામાં આવી હતી. જેમાં આરોપી ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ હતી. મૃતક યુવતીએ તેની માતા સાથે ઝઘડો કરવા આવેલા હત્યારાનો સામનો કર્યો હતો. એ સમયે ઉશ્કેરાયેલા હત્યારાએ યુવતીને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના અંગે સેલવાસ પોલીસે તપાસ હાથ ધરી હત્યારાને દબોચી લઈ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
Silvassa Murder Case: સેલવાસમાં યુવતીની 15 જેટલા ચાકુના ઘા મારી હત્યા, માતાની ભૂલ દિકરીએ ભોગવી આ પણ વાંચો માનવામાં ન આવે પણ હકીકત છે કે, વાપી રેલવે સ્ટેશન એક સમયે દમણ રોડ હતું
સેલવાસ પોલીસે વિગતો આપી:આઘટના અંગે આરોપીને ઝડપી પાડ્યા બાદ સેલવાસ પોલીસે જણાવ્યું હતું કે, 11/02/2023 ના રોજ સવારે લગભગ 11.10 વાગ્યે ચાલીમાં રહેતી એક યુવતીને એક વ્યક્તિ છરીના ઘા મારીને ભાગી ગયો હોવાની માહિતી મળી હતી. જે બાદ તાત્કાલિક પોલીસની ટીમ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. પેટ અને શરીરના અન્ય ભાગોમાં છરીના ઘાથી લોહી નીતરતી હાલતમાં એક યુવતીનો મૃતદેહ પડ્યો હતો. યુવતી મૃત્યુ પામી હતી એટલે તેના મૃતદેહને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.
સેલવાસમાં યુવતીની 15 જેટલા ચાકુના ઘા મારી હત્યા ટીમ બનાવી હતી:આઘટના અંગે સેલવાસ પોલીસે શીલા સંજયસિંગ રાજપૂતની ફરિયાદ લઈ આરોપી મિથુન મોનિન્દ્ર મંડલ સામે હત્યાનો કેસ કર્યો હતો. તપાસ આગળ વધારતા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ મથકના SHO PSI અનિલકુમાર ટી.કે.ને સોંપવામાં આવી હતી. ગુનાની ગંભીરતાને જોતા, પોલીસ અધિક્ષક/DNH આર.પી. મીનાના માર્ગદર્શન હેઠળ અને સિદ્ધાર્થ જૈન, સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર/DNHના નિર્દેશો હેઠળ સ્થાનિક યુવાનોની મદદથી તપાસ હાથ ધરી હતી. જે સમયે સાયલી વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો.
પોલીસે હત્યારાને દબોચી લઈ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો આ પણ વાંચો વાપીમાં હસ્તકલાના મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના, 10 દિવસના મેળામાં કોરોનાને આમંત્રણ
તપાસ હાથ ધરી:યુવતીની હત્યા કરનાર આરોપી મિથુન મોનિન્દ્ર મંડલ (ઉ.વ.35) મૂળ આસામનો વતની છે. સેલવાસમાં CPF સિક્યુરિટી એજન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. CPF કોલોની, સાયલીમાં રહેતો હતો. મૃતક યુવતીની માતા સાથે આડા સંબંધો હતા. તેની સાથે લિવ ઇન રિલેશનમાં રહેતો હતો.
સેલવાસ પોલીસે તપાસ કરી હતી થોડા વર્ષો પહેલા તેના પતિ સંજયસિંગથી અલગ થઈ ગઈ હતી અને તે મિથુન મોનિન્દ્ર મંડલ નામની વ્યક્તિ સાથે લિવ ઇન રિલેશનમાં હતી. મિથુન તેની સાથે મારપીટ કરતો હોય શીલા મિથુનને છોડી દીકરી અંકિતા પાસે રહેવા આવી ગઈ હતી. ત્યારે, 11/02/2023 ના રોજ સવારે લગભગ 08.30 વાગ્યે મિથુન તેના રૂમ પર આવ્યો હતો. પરંતુ શિલાએ દરવાજો નહિ ખોલતા તે પરત જતો રહ્યો હતો. જે ફરીથી 11 વાગ્યે આવ્યો હતો. તે જ સમયે, મૃતક છોકરી અંકિતા તેના ટ્યુશન ક્લાસમાંથી આવી પહોંચી હતી. મિથુને તેની પાસેથી દરવાજાની ચાવી માંગી હતી. જે યુવતીએ નહિ આપતા મિથુને તેના પર છરી વડે વાર કર્યો હતો. ઉપરાછાપરી 15 જેટલા છરીના ઘા મારી ત્યાંથી ભાગી ગયો હતો--મૃતકની માતા(પોલીસને માહિતી આપતા)