સંઘપ્રદેશ દમણ પર્યટન સ્થળ હોવાથી અહીં હોટલ અને ખાનગી રહેઠાણના એરિયામાં દેહવેપારની ગુનાહિત પ્રવૃતિમાં વધારો થયો છે. ત્યારે નાની દમણના દેવકા બીચ બીટના મહિલા PSI હીરલ પટેલને બાતમી મળી હતી કે, નાની દમણના દેવકા સ્થિત સી. વ્યુ. એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં બહારથી છોકરીને બોલાવીને દેહ વેપાર કરાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે દમણ પોલીસે ફ્લેટમાં રેડ કરીને ત્રણ આરોપી કિરણ પટેલ, રાહુલકુમાર પટેલ અને શંભુ સોરી માલિકની ધરપકડ કરી હતી.
દમણમાં કૂટણખાનું ઝડપાયું, વિગતો છુપાવવા અંગે પોલીસ પર શંકા - accused
દમણ: સંઘપ્રદેશ દમણના દેવકા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં બહારથી છોકરીઓને બોલાવી સેક્સ રેકેટ ચલાવનારા બે સહિત ત્રણ આરોપીની દમણ પોલીસે ધરપકડ કરી છે. જોકે આ સમગ્ર કેસમાં 8 જેટલી મહિલાઓ પણ ઝડપાઇ હોવા છતાં પોલીસે તે વિગતો છુપાવી માત્ર રેકેટ ચલાવનાર અને એક ગ્રાહકની જ માહિતી મીડિયાને આપતા સમગ્ર મામલે પોલીસ પર શંકા સેવાઇ રહી છે.
આ ત્રણેય ઇસમો બહારગામથી છોકરીને બોલાવીને ફ્લેટમાં રાખીને દમણની જુદી-જુદી હોટલમાં પણ સપ્લાય કરતા હોવાનું જાણવા મળ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. દમણ પોલીસે ત્રણેયની ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સન એક્ટ મુજબ ધરપકડ કરી વધુ તપાસ PI સોહીલ જીવાણી કરી રહ્યાં છે.
જ્યારે આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ દમણ પોલીસે આ રેડ શનિવારની રાત્રે કરી હતી. જેમાં 8 જેટલી યુવતીઓની પણ પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ સૂત્રો પ્રમાણે રવિવારે સાંજે પોલીસે બે મુખ્ય દલાલોના ફોટા સાથેની પ્રેસનોટ ઈસ્યુ કરીને તેમાં મહિલાઓની ધરપકડ અંગેની વિગતો છૂપાવી હોવાનું માની રહ્યાં છે. ત્યારે પોલીસે આ વિગતો કેમ છુપાવી છે તે અંગે પોલીસ પર જ શંકાની સોય તાકવામાં આવી રહી છે.