પોલીસના બંદોબસ્તથી મેળાના રાહદારીઓ પરેશાન, એક કિલોમીટર સુધી ચાલીને જવા લોકો મજબૂર - Meet Vapi Selvas
વાપી સેલવાસ માર્ગ પર 50થી વધારે વર્ષોથી ભરાતો લવાછાનો મેળો આ વિસ્તારના લોકો માટે 5 દિવસનો અનોખો ઉત્સવ છે. આ મેળો મુખ્ય માર્ગ પર ભરાતો હોય છે. દર વર્ષે સેલવાસ પોલીસ અને વલસાડ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. જેમાં આ વખતે સેલવાસ પોલીસે મેળામાં આવતા લોકોના વાહનનોને એકાદ કિલોમીટર દૂર જ થોભાવી પગપાળા જવાનું ફરમાન કાઢતા બાળકો સાથે આવતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો મેળાની મોજ માણ્યા વિના જ પરત ફરી રહ્યાં છે.
સેલવાસ પોલીસ બગાડી રહી છે લવાછા મેળાની મજા
દમણઃ લવાછા ગામની બંને તરફ સંઘપ્રદેશ સેલવાસની સરહદ છે. એટલે મેળામાં વચ્ચોવચ્ચ ગુજરાત પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પોતાની ફરજ નિભાવે છે. એ જ રીતે સેલવાસ પોલીસ મેળાના છેડે પોતાની ફરજ બજાવે છે. પરંતુ સેલવાસ પોલીસે મેળામાં આવતા લોકોના વાહનોને મેળાના મુખ્ય સ્થળથી એક કિલોમીટર દૂર જ બેરીકેટ લગાવી લોકોને પગપાળા જવાની ફરજ પાડી છે. જેથી મેળામાં બાળકો સાથે આવતા પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે.