સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવારની રાત્રે સેવા મેડિકલ સ્ટોરમાં લૂંટનો બનાવ બન્યો હતો. સેલવાસના કિલવણી નાકા ખાતે મસ્જિદ નજીક આવેલ સેવા મેડિકલ નામની દવાની દુકાનમાં એક્ટિવા જેવા મોપેડ પર ત્રણ 20 થી 25 વર્ષના યુવાનો આવ્યા હતાં. યુવાનોએ પહેલા મેડીકલમાં કામ કરતા યુવક પાસે દવા અંગે વાતચીત કરી હતી. જે બાદ એક યુવકે મોટો છરો લઇ મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવક પર વાર કરી, ગલ્લામાં રહેલા રોકડા રૂપિયા લઈ બન્ને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
સેલવાસમાં મેડિકલ સ્ટોરમાં ચાકુની અણીએ ત્રણ લૂંટારાઓએ કરી લૂંટ - medical stor
સેલવાસ: સેલવાસમાં મંગળવારની રાત્રે એક મેડિકલ સ્ટોરમાં દવા લેવાના બહાને આવેલા ત્રણ લૂંટારાઓએ મેડિકલ સ્ટોરમાં ચાકુ બતાવી ગલ્લામાં રહેલા રોકડા રૂપિયાની લૂંટ કરી હતી. તો આ સાથે જ એક યુવકને ચાકુથી ઘાયલ કરી દેતા પોલીસે લૂંટારાઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.
િપુિ
સમગ્ર ઘટના જાણ થતા સેલવાસ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ ધરી હતી. તપાસ દરમિયાન સમગ્ર ઘટના CCTV ફુટેજ મળી આવ્યા હતા.જો કે હાલ પોલીસે દુકાનના CCTV ફૂટેજના આધારે લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
તો આ ઘટના બનતા વેપારી આલમમાં ભયનો માહોલ ફેલાયો છે. જ્યારે ઘાયલ યુવકને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. લૂંટારાઓએ મેડિકલ સ્ટોરમાં દિવસભરના વેપારના વકરાની લૂંટ કરી હતી. જે અંગે સેલવાસ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.