ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણની કંપનીમાં કામ કરતા 31 વર્ષિય યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ - gujrat in corona

કચીગામમાં કંપનીમાં કામ કરતો અને વાપીના નામધામાં રહેતા યુવકને રવિવારે કોરોના પોઝિટિવ આવતા દમણ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ હતી. જેમા 40 કામદારો પૈકી હાઇ રિસ્કમાં આવેલા 23 કામદારોના સેમ્પલ લઈ તેમના પરિવારને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.

દમણની કંપનીમાં કામ કરતા ગુજરાતના યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ
દમણની કંપનીમાં કામ કરતા ગુજરાતના યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

By

Published : Jun 8, 2020, 3:14 PM IST

દમણ: કચીગામમાં કંપનીમાં કામ કરતો અને વાપીના નામધામાં રહેતા યુવકને રવિવારે કોરોના પોઝિટિવ આવતા દમણ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી. દમણ આરોગ્ય વિભાગની ટીમ કંપનીમાં પહોંચીને કામ કરતા 40 કામદારો પૈકી હાઇ રિસ્કમાં આવેલા 23 કામદારોના સેમ્પલ લઈ તેમના પરિવારને હોમ કવોરેન્ટાઇન કર્યા હતો.

દમણની કંપનીમાં કામ કરતા ગુજરાતના યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ
વલસાડ જિલ્લા IDSP ટીમે જાણકારી આપી હતી કે, વાપીના નામધામાં રહેતો અને નાની દમણના કચીગામમાં કેતન પ્લાસ્ટીક કંપનીમાં નોકરી કરતા 31 વર્ષના યુવકનો રવિવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. યુવક છેલ્લા એક માસથી કંપનીમાં જ રહેતો હતો ગત સપ્તાહે ઇ-પાસ મળ્યા બાદ તે વાપીના નામધામાં પોતાના ગામે આવ્યો હતો.

શનિવારે યુવકની તબિયત લથડતાં વાપીની જનસેવા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દમણ આરોગ્ય વિભાગની ટીમેં તાત્કાલિક કાર્યવાહી કરીને કચીગામની કેતન પ્લાસ્ટીકમાં કામ કરતાં 40 પૈકી 23 કામદારોને હાઇરિસ્ક કરીને તેમના સેમ્પલ લઇને દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં એડમિટ કર્યો છે. આ ઉપરાંત તેમના પરિવારને પણ હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details