ગુજરાત

gujarat

ETV Bharat / state

વેપારીનું અપહરણ કરનારાની પોલીસે કરી ધરપકડ - police

ભિલાડ: વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નરોલી ચેકપોસ્ટ ખાતેથી ઉધારીની વસુલાત કરવા શાકભાજીના વેપારીનું અપહરણ કરી લઇ ગયેલ વેપારીને ગણતરીના કલાકોમાં જ વલસાડ પોલીસે અપહરણ કર્તાઓની ચુંગલમાંથી મુક્ત કરાવી છ અપહરણકર્તાઓને જેલ હવાલે કર્યા છે.

વેપારીનું અપહરણ કરનારાની પોલીસે કરી ધરપકડ

By

Published : Apr 23, 2019, 5:07 AM IST

રવિવારે ભિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નરોલી ચેકપોસ્ટ ખાતેથી એક શાકભાજીના વેપારી દિનેશ શ્રીરામ પ્રજાપતિનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ શ્યામ જયસ્વાલે ભિલાડ પોલીસ મથકમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ભિલાડ પોલીસે જિલ્લા પોલીસવડાની સૂચનાથી LCB, SOG ને જાણ કરી વિશેષ ટીમ બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.અને ગણતરીની કલાકોમાં જ અપહરણકારોને મોહનગામ ફાટક પાસેથી ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.

વેપારીનું અપહરણ કરનારાની પોલીસે કરી ધરપકડ

આ અપહરણની ઘટનામાં દિનેશભાઈ શ્રીરામ પ્રજાપતિ પોતાના મોટરસાયકલ ઉપર નરોલી ચેકપોસ્ટ નજીક ભરાતા હટવાડામાં શાકભાજીના વેપારીઓ પાસે પૈસાની ઉઘરાણીએ ગયેલ અને પાછા વળતા ભીલાડ તળાવ પાસે એક ઈનોવા કારમાં આવેલા ધરમપુર નાના પોન્ઢાના શાકભાજીના વેપારીઓએ ઈનોવાને મોટર સાયકલની આગળ ઉભી રાખી રોકી લઈ પાંચ માણસો કારમાંથી ઉતરીને દિનેશને પકડી ઈનોવા કારમાં અપહરણ કરી ગયા હતા.

દરમિયાનમાં મોડી રાત્રે પોલીસે મોહનગામ ફાટક પાસેથી ઈનોવા કારને આવતી જોઈ તેને અટકાવતા કારમાં સવાર ઓમપ્રકાશ યાદવ, પ્રિન્સ કુમાર જોશી, રમેશભાઈ યાદવ, મુલાયમ યાદવ, અનિલભાઈ યાદવ, સચિન ઉર્ફે મોનું જયસિંગ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ તમામ ધરમપુરના શાકભાજીના વેપારીઓની ચુંગલમાંથી અપહરણ કરી લઇ ગયેલ વેપારી દિનેશ શ્રીરામ પ્રજાપતિને હેમખેમ મુક્ત કરાવ્યો હતો.

આરોપીની પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવા મળી હતી કે આરોપીઓ ધરમપુર નાનાપોંઢા ખાતે શાકભાજી તથા ફ્રુટનો ધંધો કરે છે. અને ભોગ બનનાર દિનેશ પ્રજાપતિએ તેમની પાસેથી ફ્રૂટ્સ શાકભાજી ખરીદીને પૈસા બાકી રાખ્યાં હતા. જે પૈસા આપેલ ન હોય જેથી પૈસાની વસૂલાત કરવા માટે ભીલાડ નારોલી હતહટ વાડા ખાતેથી પરત ફરતા દિનેશ પ્રજાપતિનું અપહરણ કરી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details