- વાપીમાં કમોસમી વરસાદ
- માવઠામાં ભાજપના કાર્યાલયને નુકસાન
- ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો
- વાપીમાં કમોસમી વરસાદ કારણે જનજીવન ખોરવાયું
દમણ :- વાપીમાં સતત બીજા દિવસે પણ હવામાનમાં(Meteorological Department) પલટો આવતા બપોર બાદ કમોસમી વરસાદ(Gujarat unseasonal rains) વરસ્યો હતો. ગાજવીજ અને પવનના જોર સાથે વરસેલા વરસાદી ઝાપટામાં ભાજપ-કોંગ્રેસના વોર્ડ કાર્યાલયમાં પાણી ભરાયા હતાં. વરસાદી(rain news) ઝાપટાના કારણે કાર્યાલયમાં પાણી ભરાતા બેનરો-ખુરશી તેમજ અન્ય વસ્તુઓ વેરવિખેર થતાં ભાજપ-કોંગ્રેસના કાર્યસ્થાનમાં ભારે નુકસાન થયું છે. ભાજપના વોર્ડ નમ્બર 1 અને 2 ના સંયુક્ત કાર્યાલયના મંડપના પડદા પાણી ભરાવાને કારણે તૂટી ગયા હતાં. કાર્યાલયમાં રાખેલ કમ્પ્યુટર સિસ્ટમને પણ નુકસાન પહોંચતા તાત્કાલિક વાહનોમાં નાખી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય નજીક બેનરો ખુરશીઓ અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળી હતી ઉપરાંત પાણીથી ભરેલા પડદા લટકેલી હાલતમાં થઈ ગયા હતા.
પાલિકા ચૂંટણીના પ્રચારમાં ત્રણેય પક્ષ સામે વરુણદેવની નારાજગી
વરસાદના પાણીમાં ભાજપના કાર્યાલયની જેમ આમ આદમી પાર્ટીએ શહેરના રસ્તાઓ પર લગાવેલ પ્રચાર માટેના કાગળના તોરણ પણ ધોવાઈ ગયા હતાં. ત્રણેય પક્ષોએ પોતાનો ચૂંટણી પ્રચાર અટકાવવો પડ્યો હતો. 2 દિવસથી વાતાવરણમાં અસહ્ય બફારા સાથે કમોસમી વરસાદ(Gujarat rains) જાણે પાલિકા ચૂંટણીના પ્રચારમાં ત્રણેય પક્ષ સામે વરુણદેવની નારાજગી છતી થઈ હોવાનો એહસાસ કરાવતો હતો.