ગુજરાત

gujarat

By

Published : Jan 27, 2020, 2:56 AM IST

ETV Bharat / state

જ્યારે તિરંગા વેચતી મહિલાના હસ્તે કરાયું ધ્વજવંદન !

ગુંજન વિસ્તારમાં આવેલ વંદે માતરમ ચોક ખાતે શાળાના શિક્ષકો, બાળકો, વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. મુખ્ય ચોક પર નજીકમાં જ તિરંગા વેચતી ગરીબ મહીલાના હાથે ધ્વજવંદન કરાવી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી અનોખી દેશભાવના પ્રગટ કરી હતી.

etv
ના કોઈ નેતા, ના કોઈ મહાનુભાવ, તિરંગા વેંચતી ગરીબ મહિલાએ કર્યું ધ્વજવંદન

વાપીઃ ગુંજન વિસ્તારમાં આવેલ વંદેમાતરમ ચોક ખાતે વિદ્યા નિકેતન સ્કૂલના બાળકો શિક્ષકોએ શાળામાં ધ્વજવંદન કરવાને બદલે શહેરના મુખ્ય ચોક પર ડંબલ્સ અને લેઝિંગના કરતબ સાથે, ભારત માતાની વેશભૂષામાં સજ્જ થઈ ધ્વજવંદન કર્યું હતું. મુખ્ય ચોક પર તિરંગાને સલામી આપવા કોઈપણ નેતા કે, મહાનુભાવોને આમંત્રણ આપવાને બદલે નજીકમાં જ પોતાના નાના બાળકો સાથે તિરંગા વેન્ચતી ગરીબ મહિલાના હસ્તે ધ્વજવંદન કરાવી દેશભક્તિની અનોખી મિશાલ આપી હતી.

જ્યારે તિરંગા વેચતી મહિલાના હસ્તે કરાયું ધ્વજવંદન !

વંદે માતરમ ચોક ખાતે આયોજિત આ ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના બાળકોએ અનોખા કરતબ બતાવ્યાં હતાં. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details