ગુજરાત

gujarat

ETV Bharat / state

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા NDRFએ યોજી પ્રિ-મોન્સૂન મોકડ્રિલ - pre-monsoon mock drill

સેલવાસમાં ચોમાસામાં 100 ઇંચથી વધુ વરસાદ નોંધતો હોય છે. તેવા સમયે નુકસાની ટાળી શકાય તેવા ઉદ્દેશ્યથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં દમણગંગા નદીમાં પ્રિ-મોન્સૂન મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ફાયરની હોડીઓ દમણગંગાના પ્રવાહમાં ઉતારી મોકડ્રિલ યોજાઈ હતી.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વરસાદને કારણે NDRFની ટીમે યોજી પ્રિ-મોન્સૂન મોકડ્રિલ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વરસાદને કારણે NDRFની ટીમે યોજી પ્રિ-મોન્સૂન મોકડ્રિલ

By

Published : Jun 5, 2020, 3:27 PM IST

દમણઃ સેલવાસમાં ચોમાસામાં 100 ઇંચથી વધુ વરસાદ નોંધતો હોય છે. તેવા સમયે વરસાદને કારણે અનેક વાર સર્જાતી ખાનાખરાબીમાં જાનમાલની નુકસાની ટાળી શકાય તેવા ઉદ્દેશ્યથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં દમણગંગા નદીમાં પ્રિ-મોન્સૂન મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વરસાદને કારણે NDRFની ટીમે યોજી પ્રિ-મોન્સૂન મોકડ્રિલ
સંઘપ્રદેશ સેલવાસમાં દમણગંગા રિવર ફ્રન્ટ પર પોલીસ, ફાયર વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્વયં સેવકોને સાથે રાખી પ્રિ-મોન્સૂન તૈયારીના ભાગરૂપે એક મોક ડ્રિલનું અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 6V બટાલિયન NDRFને પણ સામેલ કરવામાં આવી હતી. પ્રિ-મોન્સૂન ડ્રિલનું આયોજન ફાયર વિભાગે કર્યું હતું જે અંતર્ગત ફાયરની હોડીઓ દમણગંગાના પ્રવાહમાં ઉતારી મોક ડ્રિલ યોજાઈ હતી.ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન દાદરા નગર હવેલીમાં 100થી પણ વધુ ઇંચ વરસાદ વરસે છે. જે દરમિયાન દમણગંગા નદી બે કાંઠે વહેતી હોય છે. ગાંડીતુર બનતી દમણગંગા નદીનું પાણી કિનારાના વિસ્તારમાં પણ ફરી વળતા જાનહાનીના બનાવો બને છે. જે સમયે બચાવદલ લોકોને બચાવી શકે તેવા ઉદ્દેશ્યથી આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું..

ABOUT THE AUTHOR

...view details