ગુજરાત

gujarat

ETV Bharat / state

મોહન ડેલકરને વેપારી-પંચાયતના કાર્યકરોએ આપ્યું સમર્થન - BJP

દાદરા નગર હવેલી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અપક્ષ તરીકે વિજેતા બની રાજકારણમાં પ્રવેશેલા મોહન ડેલકરે અપક્ષ, ભાજપ, કોંગ્રેસના નેજા હેઠળ 6 ટર્મ સુધી સાંસદ પદ ભોગવ્યા બાદ આ વખતે ફરી અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું એલાન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જેમાં તેમને વેપારીઓ અને પંચાયતના સભ્યોનું પણ ખુલ્લું સમર્થન મળ્યું છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 31, 2019, 9:47 PM IST

દાદરા નગર હવેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામુંઆપી અપક્ષ લોકસભા ચૂંટણી લડવાનું એલાન કર્યા બાદ મોહન ડેલકરે જનસમર્થન મેળવવા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. મોહન ડેલકરના ચૂંટણી પ્રચારમાં દાદરા નગર હવેલીના કિલવણી ગ્રામ પંચાયતના માજી સરપંચ અને ખુબ જ સક્રિય યુવા રાજેશભાઈ વરઠા કાર્યકર્તાઓની મોટી ફોજ સાથે મોહન ડેલકરને પોતાનું સમર્થન આપ્યું હતું.

મોહન ડેલકરને સમર્થન

તે ઉપરાંત સેલવાસમાં વિવિધ વેપારીઓના મંડળે પણ મોહન ડેલકરને ખુલ્લું સમર્થન આપ્યું હતું. દાદરા નગર હવેલીમાં મોહન ડેલકર મજબૂત નેતા માનવામાં આવે છે. ત્યારે તેમને મળી રહેલા જનસમર્થનને લઈને ભાજપના ખેમામાં હાલ હડકંપ મચ્યો છે. તે ઉપરાંત ભાજપના ઉમેદવારે પણ પોતાનો ચૂંટણી પ્રચાર આરંભી મતદારોને રિઝવવાના પ્રયાસો તેજ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details