મોહન ડેલકર દાદરા નગર હવેલીમાં પીઢ અને મજબૂત આદિવાસી નેતા મનાય છે. મોહન ડેલકરે અપક્ષ તરીકે ચૂંટણી લડી રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ કોંગ્રેસ, ભાજપ અને પોતાના પક્ષમાંથી ઉમેદવારી કરી પાંચ વખત લોકસભા સીટ કબજેકરી છે. તેમ છતાં બે ટર્મથી હારનો સામનો કર્યા બાદ આ વખતે ફરી અપક્ષ તરીકે ચૂંટણી લડી જીત મેળવવાનો નિર્ધાર સેલવાસના સાયલી ખાતે યોજાયેલા કાર્યકર સંમેલનમાં વ્યક્ત કર્યો હતો.
લોકસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની મોહન ડેલકરે કરી જાહેરાત - dmn
સેલવાસઃ પાંચ ટર્મ સાંસદ રહી ચૂકેલા અને છેલ્લી બે ટર્મમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હારનો સામનો કરનારા મોહન ડેલકરે આ વખતે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સાયલી ખાતેના એક સંમેલનમાં આ જાહેરાત થતાં હવે દાદરા નગર હવેલીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. આ જાહેરાત અંગે મોહન ડેલકરે જણાવ્યું હતું કે, આ નિર્ણય કોઇ પાર્ટીથી નારાજ થઈને નહીં પરંતુ પ્રદેશના લોકોની લાગણી અને ભાવનાને ધ્યાને રાખી લેવામાં આવ્યો છે.
આ જાહેરાત અંગે મોહન ડેલકરે ખુલાસો કર્યો હતો કે, કોઈ પાર્ટીથી નારાજ થઈને નહીં પરંતુ પ્રદેશના લોકોની ઈચ્છા છે અને તેની લાગણીને ભાવનાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. તેમાં કોઈ પાર્ટી સાથે મનદુઃખ રાખીને નથી લેવાયો અને કાર્યકર સંમેલનમાં આ અંગે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, કાર્યકરો સમક્ષ લોકસભા 2019માં અપક્ષ ઉમેદવાર તરીકેમોહન ડેલકરે જાહેરાત કરી છે. જેથી દાદરા નગર હવેલીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાશે. જેમાં મોહન ડેલકર કેવી રણનીતિ અપનાવશે અને બે વખતહારનો સામનો કર્યા બાદ આ વખતે અપક્ષ તરીકે જીત મેળવશે કે હારની હેટ્રિક નોંધાવશે તેના પરની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. જો કે, આ વિસ્તારની એક ખાસિયત રહી છે કે, એક વાર જે નેતા સત્તા પરથી હટે,તેને બીજીવાર આ પ્રદેશના લોકોએ સત્તા સોંપી નથી.