દમણ લાલુભાઈએ પોતાના છેલ્લા 5 વર્ષના કામોની યાદી લોકોને પત્રિકાના માધ્યમથી આપી હતી. તો આ સાથે જ લાલુભાઈએ લોકોની વિવિધ સમસ્યાઓને પણ સાંભળી હતી. આ સાથે જ તેનું નિરાકરણ કરવાની ખાતરી પણ આપી હતી.
મહિલા સાથે પ્રશ્નોની ચર્ચા કરતા લાલુભાઇ લાલુભાઇએ જણાવ્યું હતું કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોની પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા 45 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે. લોકોની સુવિધાઓ માટે ઘરે ઘરે પાઇપ લાઇન મારફતે ગેસ કનેક્શનના જોડાણો અપાઈ રહ્યાં છે. હવે આપણા પ્રદેશના બાળકોનું ડૉક્ટર અને ઍન્જિનિયર બનવાનું સપનું ઘર આંગણે આવી ગયુ છે. બંન્ને કૉર્ષની કૉલેજો આપણા પ્રદેશમાં આવી ગઈ છે.
તો મોટી દમણમાં એક આધુનિક શાકભાજી અને મચ્છી માર્કેટનું નિર્માણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. દમણના જમ્પૌર બીચથી લઈને દેવકા બીચ સુધીના દરિયા કિનારે એક ભવ્ય રોડનું નિર્માણ થઈ રહ્યું છે. જે મોદી સરકારની બહુ મોટી ઉપલબ્ધિ છે. આવનારા દિવસોમાં આપણો પ્રદેશ પર્યટન ક્ષેત્રે એક મોટી દોડ લગાવવા જઈ રહ્યો છે. મુંબઈના મરીન ડ્રાઈવની જેમ દરિયા કિનારે માર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે.
તો આ સાથે જ લાલુભાઇએ જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં મોટી દમણ વિસ્તારમાં જમીનોના ભાવ વધી જશે. પર્યટનના વિકાસના કારણે લોકોના ધંધા રોજગાર વધી જશે અને નવી રોજગારી ઊભી થશે. મોટી દમણના બાદલપૂરથી લઈને લાઇટ હાઉસ સુધી 21 કરોડના ખર્ચે નવી પ્રોટેકશન દીવાલ બનાવી દેવામાં આવી છે. તો આ સાથે શહેરી ક્ષેત્રનું પ્રદૂષિત ગટરના પાણી માટે 4.21 MLDની ક્ષમતા વાળું સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 21.26 કરોડના ખર્ચે બનીને તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. ત્યારે આપણે સૌએ ભેગા મળીને BJPને મત આપવો જોઈએ અને મોદી સરકાર બનાવવામાં ભરપુર સહયોગ આપવો જોઈએ.
મહિલા સાથે પ્રશ્નોની ચર્ચા કરતા લાલુભાઇ કેન્દ્રમાં ફરીવાર મોદી સરકાર આવશે એટલે આપણા પ્રદેશનો વિકાસ બમણી ગતિથી થશે અને દમણ અને દીવ એક મોડલ પ્રદેશ બની જશે. જે દેશ માટે ઉદાહરણ નિવડશે.