ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણમાં ઔદ્યોગિક માલપરિવહનમાં સરળતા માટે 'પરિવહન સુવિધા' એપ અને વેબ પોર્ટલ લોન્ચ - દમણ અને દીવ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં આવેલા ઉદ્યોગોના માલનું સમયસર અને નિયમ મુજબના દરે જે તે રાજ્ય કે શહેરમાં પરિવહન થઈ શકે તેવા શુભ ઉદ્દેશ્યથી કેન્દ્રશાસિત પ્રશાસનના સહયોગમાં omnibus industrial development corporation (OIDC) દ્વારા બુધવારે પરિવહન સુવિધા નામની એપ અને વેબપોર્ટલને પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું.

Daman
daman

By

Published : Oct 1, 2020, 7:20 AM IST

દમણઃ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં 8 હજારથી પણ વધુ ઔદ્યોગિક યુનિટ આવેલા છે. આ તમામ યુનિટમાંથી અનેક પ્રકારની પ્રોડક્ટ અને મશીનરી અન્ય રાજ્યમાં કે શહેરમાં મોકલવામાં તેમજ લાવવામાં આવે છે. જેમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો મનફાવે તેવા ભાડા વસુલતા હતાં. જેના નિરાકરણ માટે અને ઔદ્યોગિક વિકાસમાં માલપરિવહનના સરળીકરણ માટે સંઘપ્રદેશ પ્રશાસનના સહયોગથી omnibus industrial development corporation (OIDC) દ્વારા બુધવારે પરિવહન સુવિધા નામની એપ અને વેબપોર્ટલને પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું.

દમણમાં ઔદ્યોગિક માલપરિવહનમાં સરળતા માટે 'પરિવહન સુવિધા' એપ અને વેબ પોર્ટલ લોન્ચ
આ એપ અને વેબપોર્ટલમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના 8550 યુનિટ અને 2500 ટ્રાન્સપોર્ટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું અને તેમાં ઉદ્યોગકારોને અને ટ્રાન્સપોર્ટરોને અનેક લાભાલાભ થશે તેવું OIDCના જનરલ મેનેજર ચાર્મી પારેખે જણાવ્યું હતું.આ પરિવહન સુવિધા એપથી ઉદ્યોગકારોને અનેક ફાયદા થવાના હોવાનું અને માલ પરીવહનમાં સારી સુવિધા ઉપલબ્ધ થવાથી આગામી દિવસોમાં દમણ અને દાદરા નગર હવેલી દેશનું મહત્વનું ઔદ્યોગિક હબ બનશે. વેપારમાં અને માલ પરીવહનમાં પ્રારદર્શીતા આવશે. જે અન્ય ઉદ્યોગકારોને પણ દમણમાં ઇન્વેસ્ટ કરવા પ્રેરશે તેવું દમણ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન (DIA)ના વાઇસ પ્રેસિડેન્ટ પવન અગ્રવાલે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આ એપ અને વેબ પોર્ટલનું લોન્ચિંગ પ્રશાસક પ્રફુલ પટેલે કર્યું હતું. જેણે આ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, દમણના ઉદ્યોગોમાંથી નીકળતા સ્ક્રેપને ઓનલાઈન કરી ઉદ્યોગકારોને ફાયદો કરાવ્યો છે. વચેટિયા નીતિને નાબૂદ કરી છે. હવે પરિવહનની નવી સુવિધા પૂરી પાડી છે. આગામી દિવસોમાં સિક્યુરિટી એજન્સીઓ અને સિક્યુરિટી માણસોની દાદાગીરીને ખતમ કરવા માટે પણ પ્રશાસન દ્વારા સિક્યુરિટી સિસ્ટમને બદલી તેને ઓનલાઇન કરાશે. જેથી સ્થાનિક લોકોની દાદાગીરીમાંથી ઉદ્યોગકારોને મુક્તિ મળશે અને ઔદ્યોગિક વિકાસમાં દમણ નવો આયામ હાંસલ કરી શકે.

ABOUT THE AUTHOR

...view details