જેવી રીતે મુંબઈમાં લાલ બાગ કા રાજા આસ્થાનું પ્રતીક ગણાય છે તેમ દમણમાં આ કિંગ ઓફ સી-ફેસના શ્રીજી પણ દમણના રાજા ગણાય છે. આ ભવ્ય પ્રતિમાના દર્શને દમણના તમામ લોકો એકવાર તો ચોક્કસ આવે છે. વિધ્નહર્તા પાસે પોતાના વિઘ્ન દૂર કરવા શીશ ઝુકાવે છે.
મુંબઈમાં લાલ બાગ કા રાજા, દમણમાં કિંગ ઓફ સી-ફેસના શ્રીજી - ganesha
દમણઃ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં દમણમાં દરિયા કિનારે બિરાજેલા વિધ્નહર્તા દમણના રાજા તરીકે સમગ્ર દમણમાં મશહૂર છે. દમણમાં ગજાનંદ ફાઉન્ડેશન દ્વારા 7 વર્ષથી આયોજિત કિંગ ઓફ સી-ફેસના શ્રીજી માટે કોઈપણ વ્યક્તિ પાસેથી એકપણ રૂપિયો દાન લીધા વિના ઉત્સાહભેર 11 દિવસ આરાધના કરવામાં આવે છે. કિંગ ઓફ સી-ફેસના મુખ્ય આયોજક દમણના મહેશ ટંડેલ અને તેમનો પરિવાર છે. જેઓ પોતાના મિત્રો, કાર્યકરો સાથે દર વર્ષે ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરે છે અને કિંગ ઓફ સી-ફેસને સાચા અર્થમાં દમણના રાજાનું બિરુદ આપી દીધું છે.
daman
દમણના રાજા ગણાતા કિંગ ઓફ સી-ફેસના શ્રીજીની પ્રતિમા મુંબઈમાં ખાસ ઓર્ડર સાથે તૈયાર કરવામાં આવે છે અને ત્યાર બાદ 11 દિવસ સુધી ધામધૂમથી પૂજા અર્ચના કરી અનંત ચૌદશના દમણના દરિયામાં ભવ્ય વિસર્જન યાત્રા સાથે વિસર્જિત કરવામાં આવે છે.