ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોળા દિવસે બંદૂકની અણી પર દાગીના રોકડ લઈને 3 શખ્સો રફુચક્કર - દાદરા નગર હવેલી ક્રાઈમ સમાચાર

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં જવેલર્સની (jewellery shop Robbery in Silvassa) દુકાનમાં 3 શખ્સોએ લૂંટફાટ મચાવી છે. દુકાન માલિકને બંદુકની અણી બતાવીને દાગીના તેમજ રોકડ લઈને ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ હતી. (Crime case in Silvassa)

ધોળા દિવસે બંદૂકની અણી પર દાગીના રોકડ લઈને 3 શખ્સો રફુચક્કર
ધોળા દિવસે બંદૂકની અણી પર દાગીના રોકડ લઈને 3 શખ્સો રફુચક્કર

By

Published : Nov 24, 2022, 4:00 PM IST

સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં જવેલર્સની દુકાનમાં (Silvassa Crime News) બંદૂકના નાળચે લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. સેલવાસના આમલી વિસ્તારના બસેરા કોમ્પલેક્ષ ખાતે આવેલી આભૂષણ જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા અજાણ્યા યુવકોએ બંદૂકની અણીએ ધોળા દિવસે લૂંટ ચલાવી બાઈક ઉપર ફરાર થઇ ગયા હતા. (Robbery case in Silvassa)

બંદૂકની અણીએ દોઢ લાખના સોના-ચાંદીના દાગીના અને 16 હજારની લૂંટ

દાગીના રોકડ લઈ ફરાર મળતી માહિતી મુજબ જ્વેલરી શોપમાં બપોરે 3 વાગ્યાની આસપાસ મોટરસાઇકલ પર આવેલા ત્રણ લૂંટારૂઓ પૈકી એક લૂંટારું બહાર બાઈક ઉપર હતો. તેમજ 2 બુકાનીધારીઓ દુકાનમાં પ્રવેશી બંદૂક બતાવીને દોઢ લાખની કિંમતના સોના ચાંદીના આભૂષણો અને 16 હજાર રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. જેને લઈને પોલીસ દોડતી થઈ હતી. (Robbery jewellery shop in Amli area)

ગુનેગારોએ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંક્યોઘટનાની જાણ સેલવાસ પોલીસને (Silvassa Police) થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સેલવાસના મુખ્યમાર્ગ ઉપર ધોળા દિવસે લૂંટને અંજામ આપી ગુનેગારોએ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા પોલીસે લૂંટારાઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારાઓ દુકાનમાં રહેલા દુકાનદારને બંદૂક બતાવી ડરાવી ધમકાવી 16000 રોકડા તેમજ ગ્રાહકોના રીપેરીંગ માટે આવેલા સોનાના દાગીના તેમજ દાગીના મળી કુલ દોઢ લાખના માલસામાન લઈ ફરાર થઈ ગયા હતા. (jewellery shop Robbery in Silvassa)

ABOUT THE AUTHOR

...view details