ગુજરાત

gujarat

By

Published : Jun 2, 2019, 11:55 AM IST

ETV Bharat / state

મચ્છરજન્ય રોગના નિવારણ માટે JCI ની અનોખી પહેલ

દમણ: મચ્છરને લીધે લોકોના મૃત્યુ થવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે JCI વાપી એ મલેરિયા નાબુદીને લઇને જૂન મહિનામાં આ કાર્યક્રમનું મિશન 2019ના અંતર્ગત શનિવારના રોજ 1000 મચ્છરદાનીઓનું વિતરણ કર્યું હતું.આ ઉપરાંત ભિલાડ સહિત અન્ય 4 ગામના લોકોને પણ માહિતી આપી હતી.

મચ્છરજન્ય રોગોથી બચાવવા JCI એ કરી અનોખી પહેલ

JCIના પ્રમુખ ડૉક્ટર પરિત ભટ્ટ અને તેમની ટીમે 1લી જુન 2019 ના રોજ મલેરીયા નાબુદી અને મિશન 2019 પ્રોજેક્ટ અંતર્ગત ઉમરગામ તાલુકાના ટ્રાયબલ વિસ્તારમાં દહેલી, કરંજગામ, બીલીયા અને ભિલાડ એમ કુલ 4 ગામોમાં એક હજાર કુટુંબોને, સગર્ભા મહિલાઓને અને 0 થી 1 વર્ષના બાળકોને મફત દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે JC ડૉક્ટર પરિત ભટ્ટ દ્વારા દરેક સ્થળે મચ્છરદાનીનો ઉપયોગ તેમજ મચ્છરોથી થતા રોગો અને મચ્છરોના ઉદ્દભવ સ્થાનો, વરસાદની ઋતુમાં વધતા જતા મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, હાથીપગા જેવા રોગો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

મચ્છરજન્ય રોગો વિશે માહિતી આપતા ડૉ. પરિત ભટ્ટ

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય બાબુભાઈ મંછા, કરંજગામના સરપંચ કમલેશભાઈ, બિલીયા ગામના સરપંચ સરસ્વતીબેન ભિલાડ CHC હોસ્પિટલના ડોક્ટર મોનાલીબેન, યોગેશભાઈ ભટ્ટ, ભરતભાઈ સહિતના પ્રોજેક્ટ ચેરમેન JC ડોક્ટર અંકિતા ભટ્ટ, JC સોફિયા પઠાણ સહિત JCI ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મચ્છરોના ત્રાસ માંથી મુક્તિ મેળવવા આદિવાસી વિસ્તારના ગામલોકોને મચ્છરદાની મળતા તમામના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી.

મચ્છરજન્ય રોગોથી બચાવવા JCI એ કરી અનોખી પહેલ

ABOUT THE AUTHOR

...view details