- દમણથી જપ્ત કરેલી કાર અગ્રવાલ પરિવારને ભેટ મળેલી
- મુંબઈના ઇસ્માઇલ નામના મિત્રએ ભેટ આપેલી
- સચિન વઝે અને અભિષેક વચ્ચે મિત્રતા હતી
દમણ : શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને રાધામાધવ કોર્પોરેશન લિમિટેડ કંપનીના માલિક અનિલ અગ્રવાલના પુત્ર અભિષેક અગ્રવાલ પાસેથી એક કાર મુંબઈની ATSની ટીમે કબ્જે કરી હતી. ATSએ આ કાર સચિન વઝે અને મનસુખ હિરેન મામલે ઉપયોગમાં લેવામાં આવી હોવાની શંકા આધારે જપ્ત કરી હતી. સાથે જ કાર જે ઉદ્યોગપતિના ઘરેથી મળી છે તે અભિષેક અગ્રવાલને પણ પૂછપરછ માટે મુંબઇ લઈ ગઈ છે.
સચિન વઝે કેસમાં કબ્જે કરાયેલી કાર અગ્રવાલ પરિવારને મુંબઈના ઇસ્માઇલે આપી હતી ભેટ આ પણ વાંચો :મુંબઈના એન્ટિલિયા કેસમાં પાટણના કિશોર ઠક્કરની ધરપકડ
કારના દસ્તાવેજી કાગળો પણ ઇસ્માઇલના નામે જ
દમણમાં જાણીતા ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ અભિષેક અગ્રવાલનો પિતા છે અને MH 05 DH 6789 નંબરની જે કાર ATSએ તેમની પાસેથી કબ્જે કરી છે. તે કાર મુંબઇના મિત્ર ઇસ્માઇલે ઘણાં વર્ષો પહેલા ભેટ આપી હતી. આ કારના દસ્તાવેજી કાગળો પણ ઇસ્માઇલના નામે જ છે.
સચિન વઝે હોટેલોમાં સિક્યુરિટી એજન્સી ચલાવવા માગતો હતો
અનિલ અગ્રવાલનો પુત્ર અભિષેક અગ્રવાલ આ કારનો ઉપયોગ કરતો હતો. તેમજ અભિષેકની સચિન વઝે સાથે મિત્રતા હતી અને સચિન વઝેને નોકરીથી સસ્પેન્ડ કર્યા, ત્યારે સચિન વઝે મુંબઈથી દમણ આવ્યો હતો. દમણની ડેલટીન હોટલમાં રોકાયો હતો. બન્ને વચ્ચે મિત્રતા ઉપરાંત લક્ઝરીયસ કારના શોખીન હતાં. અવારનવાર આ કારનો ઉપયોગ કરતા હતાં.
સચિન વઝે હોટેલોમાં સિક્યુરિટી એજન્સી શરુ કરવા માગતો હતો
હાલ મળતી વિગતો મુજબ દમણથી મુંબઈ લઈ જવામાં આવેલી કારની ATSની ટીમે ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. કારને ચેક કરતી વખતે તેમાંથી 2 બેગ મળી હતી. જેમાં કપડાં અને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ હતી. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સચિન વઝે સસ્પેન્ડ થયા બાદ મોટી હોટેલોમાં સિક્યુરિટી એજન્સી શરુ કરવા માગતો હતો. એટલે તે દમણની ડેલટીન સહિતની હોટેલોમાં અવરજવર કરતો હતો. જોકે હાલ સચિન વઝે કેસનું પગેરું દમણ સુધી લંબાતા અને તેમાં દમણના જાણીતા ઉદ્યોગપતિનું નામ ઉછળતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.
આ પણ વાંચો :એન્ટિલિયા કેસમાં ગુજરાત કનેક્શન : અમદાવાદમાંથી ખરીદવામાં આવ્યા હતા સીમ કાર્ડ