ગણેશોત્સવના પાંચમા દિવસે વાપી વિસ્તારમાં મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા અને ડીજેના તાલે હિન્દી, ગુજરાતી, ભોજપુરી ગીતો, ભજનોની રમઝટ વચ્ચે શુક્રવારે બપોર પછી વાપીના વિવિધ વિસ્તારમાં શ્રીજીની વિસર્જન યાત્રા નિકળી હતી.
દમણગંગામાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં 562 ગણેશ પ્રતિમાનું કરાયું વિસર્જન
વાપીઃ વાપીમાં અને તેની આસપાસના વિસ્તારોમાં ગણેશોત્સવના પાંચમા દિવસે સર્વાધિક વિઘ્નહર્તાની મૂર્તિઓનું વાજતે-ગાજતે દમણગંગા નદી, રાતાખાડી, કોલક, દમણના દરિયા કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની ભીડ વચ્ચે એકલી દમણગંગા નદીમાં જ 562 જેટલી વિઘ્નહર્તાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ganesh
એક અંદાજ મુજબ વલસાડ જિલ્લાના વાપી-ઉમરગામની આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી મળી દમણગંગા નદી, રાતાખાડી, દમણના દરિયા કિનારે, ઉમરગામ-નારગોલના દરિયાકિનારે અંદાજીત 1500 જેટલી વિઘ્નહર્તાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.