ગુજરાત

gujarat

ETV Bharat / state

Etv impact: લાંબા સમયથી બંધ થયેલી હાઈવે એમ્બ્યુલન્સ ફરી શરૂ, ટોલ પ્લાઝાના ગોરખધંધાનો પર્દાફાશ - Ambulance

વાપી: દેશના મુખ્ય ધોરીમાર્ગો પર IRB અને NHAIની રોડ પર દોડતી એમ્બ્યુલન્સ અને હોસ્પિટલ સાથે ચાલતા ગોરખધંધાનો ઈટીવી ભારતે પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કૌભાંડ જોવા જઈએ તો, વાપીના ચારોટી ટોલ પ્લાઝાની IRB અને NHAIની રોડ પર દોડતી એમ્બ્યુલન્સ લાંબા સમયથી બંધ હાલતમાં હતી. સંજોગોવસાત બન્યું એવુ કે, ટોલ પ્લાઝા વિસ્તારમાં અકસ્માત થતાં દર્દીઓને ખાનગી એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે મજબૂર કરવામાં આવતા હતાં. આ સમગ્ર ઘટનાનો ઈટીવી ભારતે પર્દાફાશ કરી ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સને હાલ પુરતી ચાલુ કરાવી દીધી છે.

ચારોટી ટોલ પ્લાઝાથી પ્રથમ વખત દર્દીને લઇ IRB ની એમ્બ્યુલન્સ દોડી

By

Published : Jul 21, 2019, 7:47 PM IST

વાપી નજીકના બગવાડા ટોલ પ્લાઝાથી મહારાષ્ટ્રના ખાનીવડા વચ્ચે આવેલા IRBના ટોલ પ્લાઝા પર એમ્બ્યુલન્સ શોભાના ગાંઠિયા સમાન હોવાનું અને એમ્બ્યુલન્સ સેવા તેમજ હોસ્પિટલ સેવાના નામે ચાલતા દેશવ્યાપી કૌભાંડના પર્દાફાશ સમયે જ ચારોટી ખાતે એક ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો અકસ્માત થયો હતો. આ ગંભીર અકસ્માત દરમિયાન સેવાભાવી સંસ્થા માનવાધિકાર મિશનના હરબન સિંઘે ઈજાગ્રસ્તને પોતાની કારમાં કાસા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયો હતો.

ચારોટી ટોલ પ્લાઝાથી પ્રથમ વખત દર્દીને લઇ IRB ની એમ્બ્યુલન્સ દોડી

જે બાદ Etv ભારતની ટીમ પણ સ્થાનિક હોસ્પિટલમાં પહોંચી હતી. આ અંગેની જાણ IRBને થતા પ્રથમ વખત પોતાની એમ્બ્યુલન્સ માટે હરબન સિંઘ સાથે ટેલિફોનિક વાત કરી ઘાયલ દર્દીને વધુ સારવાર માટે કાસાથી વલસાડની સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવા માટે દોડી હતી.

આ દ્રશ્ય કાસાવાસીઓ માટે પણ કુતૂહલ સમાન બન્યું હતું. દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ સાંભળી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ અંગે હરબન સિંઘે જણાવ્યું હતું કે, આ વિસ્તાર અકસ્માત ઝોન છે. દરરોજના અહીં એકાદ બે અકસ્માત થાય છે. આ માટે અહીંના માર્ગની અને બ્રિજની ભૂલ ભરેલી ડિઝાઈન છે.

ત્યારે, ETV ની પહેલ બાદ અહીં પહેલી વખત IRB એ પોતાની એમ્બ્યુલન્સ દર્દીની સેવામાં દોડાવી છે. આશા રાખીએ કે, આ સેવા હવે અહીં કાયમ માટે શરૂ રહે...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details