દમણમાં દર વર્ષે વર્ષના અંતિમ દિવસે અને નવા વર્ષને વધાવવા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી હજારો પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ લાસ્ટ નાઈટમાં DJ પાર્ટી, ઓરકેસ્ટ્રા પાર્ટી, ગાલા વિથ ડિનર અને અનલિમિટેડ વાઈનનો આનંદ ઉત્સાહ સાથે ઉઠાવે છે. આ દરમિયાન તેઓ દમણની ટુ-સ્ટાર, થ્રી-સ્ટાર કે ફાઈવ સ્ટાર હોટલ-રિસોર્ટમાં પોતાના પરિવાર સાથે આનંદની ક્ષણો માટે આવે છે. દમણમાં જોવાલાયક સ્થળો, દરિયાકિનારો પર હરવા-ફરવાની મજા માણે છે. હાલ 31મી ડિસેમ્બરને ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે પ્રવાસીઓને આકર્ષવા અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા દમણની હોટલો નવા સાજ શણગાર સાથે સજ્જ થઈ રહી છે.
પ્રવાસીઓને આકર્ષવા અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા સજ્જ થઈ રહી છે દમણની હોટલો દમણના સેન્ડી રિસોર્ટના આશિષ રાઠોડ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, 31મી ડિસેમ્બરને લઈને તૈયારી જોરમાં છે. મોટા ભાગનું બુકિંગ થઇ ચૂક્યું છે. આગામી દિવસોમાં હજુ વધુ ભીડ મળશે. હાલ, દમણમાં પ્રવાસીઓને આકર્ષી શકે તેવા ડેવલોપમેન્ટના કાર્યો થયા છે. જેથી પ્રવાસીઓ દમણથી આકર્ષાઈ રહ્યા છે. 31મી ડિસેમ્બર માટે મોકટેલ, કોકટેલ સહિત વેજ-નોનવેજ વાનગીઓનો રસથાળ પીરસવાની તૈયારી સાથે હોટલોને રોશનીથી શણગારવામાં આવી રહી છે.
પ્રવાસીઓને આકર્ષવા અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા સજ્જ થઈ રહી છે દમણની હોટલો આવા જ અન્ય સીદા દે દમણ, દરિયા દર્શન, મિરામાર, ગોલ્ડ બીચ સહિતના હોટલ્સ-રિસોર્ટમાં પણ મોટાભાગનું બુકિંગ થઇ ચૂક્યું છે. આ અંગે 30 વર્ષથી દમણની શાન ગણાતી હોટલ મિરામારના જનરલ મેનેજર જીતેન્દ્ર પારેખ જણાવે છે કે, હોટલ મિરામાર દમણ અને દમણ એટલે મિરામાર અમે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે પ્રવાસીઓને વિવિધ આકર્ષક પેકેજ ઓફર આપવામાં આવી રહી છે. DJ વિથ ગાલા ડિનર માટે અનેક વેરાયટીઓની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છીએ. લોકો ભલે કહેતા હોય કે મંદી છે, પરંતુ અમને બુકિંગના ધસારો જોતા લાગે છે કે મંદી જેવું કશું જ નથી.
પ્રવાસીઓને આકર્ષવા અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા સજ્જ થઈ રહી છે દમણની હોટલો હોટલ ગોલ્ડ બીચના રિતેશ ગુપ્તા જણાવે છે કે, તેમની હોટલ સહિત અન્ય કેટલીક હોટલમાં જગ્યાના અભાવે પ્રવાસીઓને લિમિટ ઘટાડવાની ફરજ પડી છે. જે કારણે આ વખતે નવા આકર્ષણો પણ ઉભા કરવામાં આવ્યા નથી. બસ પ્રવાસીઓ આવે લાસ્ટ યર નાઈટની મજા માણે, sea-food વેરાયટીનો સ્વાદ ચાખે, અનલિમિટેડ વાઈનની મોજ કરે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ કે, આ વખતે 31મી ડિસેમ્બર મંગળવારે આવે છે. એ જોતાં આવનારા પ્રવાસીઓ માત્ર નાચવાનું અને વાનગીઓનો સ્વાદ માણવાનું જ વધુ પસંદ કરશે. એટલે સૌથી વધુ તૈયારી DJ અને ગાલા ડિનર પર જ કરી છે.
પ્રવાસીઓને આકર્ષવા અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા સજ્જ થઈ રહી છે દમણની હોટલો ઉલ્લેખનીય છે કે, દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા અને આવનારા વર્ષને વધાવવા આવતા પ્રવાસીઓ મોટે ભાગે નોનવેજ વ્યંજનો સાથે વાઈન પ્રત્યે વધુ આકર્ષાય છે. જેઓને આકર્ષવા દમણની તમામ હોટલને રોશનીથી શણગારવામાં આવી છે. નવા વર્ષને આવકારવા માટે દર વર્ષે દમણ ઉપરાંત સુરત, અમદાવાદ, બરોડા સહિત મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા આવે છે. જેઓ નવા વર્ષને આવકારવાની સાથે સાથે sea-food અવનવા વેજ નોન-વેજ ફૂડનો આનંદ પણ માણશે.