ગુજરાત

gujarat

ETV Bharat / state

સેલવાસ પાલિકા હસ્તકની 50 દુકાનોમાં હાથ ધરાયુ સિલીંગ, ભાડાના 56.60 લાખ રૂપિયા છે બાકી - Selvasa Municipality sealed 50 shops

દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સેલવાસ નગરપાલિકા હસ્તકની ભાડે આપેલ પંચાયત માર્કેટમાં દુકાનોના ભાડા નહીં ભરનાર 50 દુકાનોને સિલ મારવામાં આવ્યું હતું. ભાડાની કુલ રકમ 56.60 લાખ પંચાયતના ચોપડે બાકી બોલતી હોય પાલિકાએ સિલિંગની કડક કાર્યવાહી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

etv bharat

By

Published : Nov 1, 2019, 4:15 PM IST

સેલવાસ નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા ઇન્દિરા નગર નજીકની માર્કેટમાં 5 વર્ષથી દુકાનનું ભાડું નહીં ભરનાર દુકાનદારો સામે મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી.

સેલવાસ પાલિકા હસ્તકની 50 દુકાનોમાં હાથ ધરાયુ સિલીંગ, ભાડાની 56.60 લાખ રૂપિયા છે બાકી

નગરપાલિકાના ચીફ ઓફિસર મોહિત મિશ્રા અને અન્ય અધિકારીઓની ટીમે પોલીસ સાથે સિલિંગની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત કુલ 50 દુકાનોમાં સિલીંગ કરાયું હતું. આ અંગે તમામ દુકાનદારોને અધિકારીએ ધરપત આપી હતી કે, જેઓ પોતાના ભાડાની રકમ ચૂકવશે તેની દુકાનને ખોલી દેવામાં આવશે.

સેલવાસ પાલિકા હસ્તકની 50 દુકાનોમાં હાથ ધરાયુ સિલીંગ, ભાડાની 56.60 લાખ રૂપિયા છે બાકી

ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાએ નાના વેપારીઓને ધંધો રોજગાર માટે શોપિંગ કોમ્પ્લેક્ષ બનાવી તેમાં દુકાનો ભાડે આપી હતી. જેમાંની 50 દુકાનોના વેપારીઓ છેલ્લા 4 થી 5 વર્ષ સુધીનું દુકાન ભાડું ચડ્યા બાદ પણ ટસના મસના ન થતા પાલિકાએ પહેલા નોટિસ પાઠવી હતી. બાદમાં સિલિંગની કડક કાર્યવાહી કરી હતી.

સેલવાસ પાલિકા હસ્તકની 50 દુકાનોમાં હાથ ધરાયુ સિલીંગ, ભાડાની 56.60 લાખ રૂપિયા છે બાકી

જે બાદ દિવાળી તહેવારને અનુલક્ષીને વેપારીઓને દિવાળી સુધીની મુદ્દત આપી હતી. પરંતુ, તે બાદ પણ વેપારીઓ એ ભાડું નહીં ચૂકવતા આખરે પાલિકાએ લાલ આંખ કરી 50 દુકાનોના બાકી બોલાતા 56.60 લાખના ભાડાની વસુલાત માટે તમામ દુકાનને તાળાં મારી સિલીંગની કાર્યવાહી હાથ ધરતા હાલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો જોવા મળી રહ્યો હતો.

સેલવાસ પાલિકા હસ્તકની 50 દુકાનોમાં હાથ ધરાયુ સિલીંગ, ભાડાની 56.60 લાખ રૂપિયા છે બાકી
સેલવાસ પાલિકા હસ્તકની 50 દુકાનોમાં હાથ ધરાયુ સિલીંગ, ભાડાની 56.60 લાખ રૂપિયા છે બાકી

ABOUT THE AUTHOR

...view details