ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, નજીકના ઘર પણ આગની ચપેટમાં આવ્યા - જીઆઈડીસી નોટિફાઈડ યુનિટ

વાપી : મંગળવારે વાપી નજીકના ડુંગરી ફળિયામાં આવેલા ભંગારના એક ગોડાઉનમાં આગ લાગી હતી.આ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નજીકની ચાલીના 4 જેટલા રૂમની ઘરવખરી પણ બળી જતા આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, વાપીમાં ખુલ્લેઆમ ભંગારના ગોડાઉનો ધમધમી રહ્યા છે.

વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, નજીકના ઘર પણ આગની ચપેટમાં આવ્યા

By

Published : Oct 15, 2019, 10:52 PM IST

વાપી નજીક આવેલા ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનમાં ભભૂકેલી આગમાં નજીકની ચાલીના 4 ઘરોમાં પણ આગ લાગી હતી.જેથી ઘરવખરી બળીને ખાખ થઈ હતી.ભંગારના ગોડાઉનમાં કેમિકલ ડ્રમ કાપતી વખતે આગની ઘટના બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની જ્વાળાને બુઝાવવા વાપી ટાઉન,વાપી જીઆઈડીસી નોટિફાઈડ, સહિતની સરીગામથી ફાયર ટીમ અને પોલીસ ટીમ આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

ફાયર વિભાગ અને સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી નજીકના ડુંગરી ફળિયા, નૂર કાંટાની બાજુમાં મંગળવારના રોજ સાંજે ચારેક વાગ્યાની આસપાસ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું અને આખું ગોડાઉન આગની ચપેટમાં આવી ગયું હતું. આગ લાગતા ભંગારના ગોડાઉનમાં કામ કરનારાઓ અને આસપાસના અન્ય લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ભંગારના ગોડાઉન નજીકમાં રહેતા ચાલીવાળાઓ પણ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતાં. જેમાં બે જેટલી રૂમમાં પણ આગ લાગતા ઘરવખરી બળી ગઈ હતી.

વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, નજીકના ઘર પણ આગની ચપેટમાં આવ્યા

ગોડાઉન નજીક ચાલીમાં રહેતી નૌશર જહાં એ જણાવ્યું હતું કે, આગની ઘટના બની ત્યારે તે તેમના 5 બાળકો સાથે રૂમમાં હતી. આસપાસ આગની જ્વાળા ફેલાતા દોડધામ મચી હતી. અમે પણ અમારા બાળકો સાથે સુરક્ષિત જગ્યાએ ખસી ગયા હતાં. પરંતુ, આગને કારણે ઘરમાં મોટાભાગની ઘરવખરી અને બાળકોના ચોપડા બળીને ખાખ થઈ ગયા હતાં.

આગની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટના સ્થળે વાપી ટાઉન, વાપી જીઆઈડીસી નોટિફાઈડ યુનિટ-1-2, સહિત સરીગામની ફાયર ટીમ અને વાપી પોલીસ ટીમ આવી પહોંચી હતી. આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ટીમોએ પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગના ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડયા હતાં. આગને પગલે કેટલું નુકશાન થયું તે જાણી શકાયુ ન હતું.

ઉલ્લેખનીય છે કે, વાપીના ડુંગરી ફળીયા, છીરી, બલીઠા, કરવડ ગામમાં જયાં જુઓ ત્યાં ભંગારના ગોડાઉનો નજરે પડી રહ્યા છે. ભંગારના ગોડાઉનોમાં અનેકો વખત આગના બનાવો બની રહ્યા છે. જેને લઈ ગ્રામજનો પરેશાન બન્યા છે. તો બીજી તરફ જવાબદાર વિભાગની ટીમ આ મામલે સંપૂર્ણ ચૂપકીદી સેવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details