- ટ્રાવેલ્સ બસમાં આગ લાગી
- ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું
- આગ પર મેળવાયો કાબૂ
- બસ બળીને ખાખ
દમણ: બસ સ્ટેન્ડ પાછળના ભાગે બપોરના સમયે એકતા ટ્રાવેલ્સ બસમાં આગ લાગતા બસ બળીને ખાખ થઈ હતી. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.
આગની ઘટના
નાની દમણમાં બસ સ્ટેન્ડ નજીક પાછળના ભાગે ખાનગી ટ્રાવેલ્સની પાર્ક થયેલી બસમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગની ઘટના અંગે મળતી વિગતો મુજબ એકતા ટ્રાવેલ્સની બસ પાર્ક થયેલી હતી. તે દરમિયાન બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
દમણમાં એકતા ટ્રાવેલ્સની બસમાં લાગી આગ, આગનું કારણ અકબંધ ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યોઆગની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. તાત્કાલિક પોલીસ, ફાયરને જાણ કરતા ફાયર વિભાગના 3 વૉટર બ્રાઉઝર સાથે જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જવાનોએ સળગતી બસ પર પાણીનો મારો ચલાવ્યો હતો. એકાદ કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
આગમાં કોઈ જાનહાની નથીઉલ્લેખનીય છે કે, આગ કેવી રીતે લાગી તે કારણ હાલ અકબંધ રહ્યું હતું. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ થતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.