ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીના વેલુંગાંવમાં ભૂકંપથી દિવાલોમાં તિરાડો પડી - gujaratinews

દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વેલુંગાંવમાં ભૂકંપના આંચકાને કારણે એક મકાનોની દીવાલોમાં તિરાડો પડી જતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. ગત રાત્રિથી આ વિસ્તારમાં ભૂકંપના આંચકાની અસર રહી છે. જેમાં રવિવારે વહેલી સવારે ઉઠીને જોતા ઘરની દીવાલોમાં તિરાડો પડેલી જોવા મળી હતી. ગત રાત્રે 8:40 વાગ્યે નજીકના મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 3.3ની તીવ્રતાનો અને રાત્રે 02:01 વાગ્યે 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

etv bharat daman

By

Published : Nov 24, 2019, 12:39 PM IST

Updated : Nov 24, 2019, 1:12 PM IST

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વેલુંગાંવમાં દિવાલોમાં તિરાડો જોવા મળતા આ તિરાડ રાત્રી દરમ્યાન અનુભવતા ભૂકંપના આંચકાથી પડી હોવાનું જાણ્યું હતું. દિવાલોમાં મોટી તિરાડો જોતા આસપાસના લોકોમાં પણ ભયનું વાતાવરણ ઉભું થયું છે.

આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. જે અંગે ગાંધીનગર સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ શનિવાર સવારથી રવિવારના સવાર સુધીમાં વલસાડ અને મહારાષ્ટ્રના પાલઘર સહિતના વિસ્તારમાં 7 જેટલા હળવા કંપન નોંધાયા છે.

આ વિસ્તારમાં નોંધાયેલા ભૂકંપના આંચકાની વાત કરવામાં આવેતો શનિવાર-રવિવારની રાત્રે 3.1 રિકટર સ્કેલનો આંચકો રાત્રે 2:01 વાગ્યે નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ પાલઘરમાં આવેલુ ગંગાગાંવ છે. શનિવારે રાત્રે 8:40 વાગ્યે 3.3નો આંચકો નોંધાયેલો જેનું કેન્દ્ર બિંદુ બોરડી નજીક અરબ સાગરમાં નોંધાયું છે. 2.7 રિકટર સ્કેલનો આંચકો 7:40 વાગ્યે નોંધાયો હતો.જેનું કેન્દ્ર બિંદુ ગોપીપુરા, દહાણુંમાં નોંધાયું હતું. શનિવારે વહેલી સવારે 3.0નો આંચકો 6:49 વાગ્યે સવારે આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ નાગાઝરી નજીક પાલઘર અને વંગારજે નજીક 6:53 વાગ્યે સવારે 1.9 નો આંચકો નોંધાયો હતો.

દાદરા નગર હવેલીના વેલુંગાંવમાં ભૂકંપ

શનિવારે સાંજે વલસાડ જિલ્લાની ધરા પણ 2 ભૂકંપના આંચકથી ધ્રુજી હતી. જેમાં વલસાડથી 34 કીમી દૂર ઇસ્ટ નોર્થ ઈષ્ટમાં વાંદરવેલા ગામે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધરાવતો 2.2 રિકટર સ્કેલનો આંચકો આવ્યો હતો.આ આંચકો 7 વાગ્યે સાંજે નોંધાયો હતો.આ પહેલા 4:53 વાગ્યે સાંજે 2.0 રિકટર સ્કેલનો આંચકો વલસાડથી 25 કિમિ દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટ માં ઘોલર પાસે નોંધાયો હતો.

શિયાળાની ઋતુ દરમ્યાન વલસાડ જિલ્લાના પેટાળમાં અનેકવાર સળવળાટ થતો આવ્યો છે. જ્યારે પાલઘરમાં છેલ્લા 2 વરસથી સતત અર્થકવેકના અફટરશોક આવી રહ્યા છે. જેની અસર નજીકના વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વિસ્તારમાં વાર્તાતા આ વિસ્તારના લોકોમાં પણ ગભરાટ ફેલાતો જોવા મળે છે.

Last Updated : Nov 24, 2019, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details