ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણમાં NDRFની ટીમ તૈનાત, વાવાઝોડાની કોઈ હલચલ નહી - નિસર્ગ વાવાઝોડુ

દમણમાં નિસર્ગ વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર સાથે NDRFની ટીમ પણ હાલ દમણ દરિયા કિનારે તૈનાત કરવામાં આવી છે. જો કે સામાન્ય પવન સાથે ઉછળતા મોજા સિવાય વાવાઝોડાની કોઈ જ અસર હજુ સુધી વર્તાઈ નથી.

દમણમાં NDRF ની ટીમ તૈનાત, વાવાઝોડાની કોઈ હલચલ નહિ
દમણમાં NDRF ની ટીમ તૈનાત, વાવાઝોડાની કોઈ હલચલ નહિ

By

Published : Jun 3, 2020, 5:10 PM IST

દમણ : દમણના મોટી દમણ દરિયા કિનારે NDRFની ટીમ સજ્જ બની તૈનાત છે. નિસર્ગ વાવાઝોડા દરમિયાન જાનમાલની નુકસાની ન થાય તે માટે દમણ વહીવટીતંત્ર દ્વારા એક દિવસ અગાઉથી જ સાવચેતીના પગલાં લેવાયા છે. કાંઠા વિસ્તારના લોકોને શેલ્ટર હોમમાં ખસેડયા છે, અને દરિયા કાંઠા વિસ્તારમાં 2 NDRFની ટીમને તૈનાત કરી છે.

હાલ મોટી દમણના દરિયા કિનારે પવનની ગતિ સામાન્ય છે. દરિયામાં ઉછળતા મોજા પણ સામાન્ય છે. તેમ છતાં સાવચેતીરૂપે NDRF ટીમ, વહીવટી અધિકારીઓ સતત દરિયામાં નજર રાખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details