- દમણમા રસીકરણનુ કામકાજ પુરજોશમાં
- 12 જૂન સુધી 1,07,742 લોકોએ રસી લીધી
- દમણની 60 ટકા વસ્તિએ રસી લઈ લીધી
દમણ : દમણમાં અત્યાર સુધીમાં 3419 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. 3374 લોકો સાજા થયા છે. હાલમાં માત્ર 44 દર્દીઓ જ સારવાર હેઠળ છે. રસીકરણ ઝુંબેશમાં દમણની વસ્તીના 60 ટકાથી વધુ લોકોએ રસીના ડોઝ લીધા છે. હાલમાં યુવાનો માટે ચાલતી વેકસીનેશન કામગીરીમાં પણ યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દમણમાં 12મી જૂન સુધીમાં કુલ 1,07,742 લોકોએ કોરોના વેકસીનના ડોઝ લીધા છે. દમણના કોળી પટેલ સમાજના હોલમાં છેલ્લા 21 દિવસથી દમણ પ્રશાસન દ્વારા 18 વર્ષથી વધુ વયના લોકો માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં 20 દિવસમાં 20 હજાર લોકોએ કોરોનાની રસીના ડોઝ લીધા છે.
રોજના એક હજાર લોકોને અપાય છે વેકસીન
વેકસીનેશન સેન્ટરમાં ઉભી કરેલી વ્યવસ્થા અંગે સેન્ટરમાં ફરજ બજાવતા કોમન હેલ્થ સેન્ટરના દ્વિજેશા પટેલે વિગતો આપી હતી કે આ સેન્ટરમાં સવારના 10 થી 4 વાગ્યા સુધી અથવા 5 વાગ્યા સુધી 18 પ્લસ યુવાનોને વેકસીન આપવામાં આવે છે. દરરોજના 1000 વેકસીનના ડોઝ અપવામાં આવે છે. વેકસીનેશન લેવા આવતા દરેકે યુવાનોએ એ માટે પહેલા રજિસ્ટ્રેશન કરાવાનું રહે છે. નંબર મુજબ દરેકને રસી આપવામાં આવે છે. તે બાદ ઓબ્ઝર્વેશન હોલમાં અડધો કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં છે. અહીં વેકસીનેશન પહેલા ખાસ એન્ટીજેન રેપીડ ટેસ્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં યુવાનોના એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવે છે. હાલ આ કેમ્પમાં યુવાનોની સંખ્યા ખૂબ વધારે છે. યુવાનોમાં વેકસીનના ડોઝ લેવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : પાટણ શહેરમાં 42% થયુ રસીકરણ, 1, 28,000 લોકોને રસીકરણનો આપ્યો ટાર્ગેટ