ગુજરાત

gujarat

ETV Bharat / state

Daman News: વાપીમાં ઉદ્યોગકારો સાથે વલસાડ SP નો સંવાદ કાર્યક્રમ, સુરક્ષા, ટ્રાફિક અને આરોગ્ય અંગે કર્યા મહત્વના સૂચનો - Dialogue program of Valsad

વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા વાપીમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા, શહેરના મુખ્ય માર્ગો પર સર્જાતી ટ્રાફિક સમસ્યા, કર્મચારીઓના આરોગ્યની ચિંતા જેવા વિવિધ વિષયો પર GIDCના ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો. સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડાના દરેક સૂચનો પર ઉપસ્થિત 200 જેટલા ઉદ્યોગકારોએ વહેલી તકે કામગીરી કરવાની ખાતરી આપી હતી.

વાપીમાં ઉદ્યોગકારો સાથે વલસાડ SP નો સંવાદ કાર્યક્રમ, સુરક્ષા, ટ્રાફિક અને આરોગ્ય અંગે કર્યા મહત્વના સૂચનો
વાપીમાં ઉદ્યોગકારો સાથે વલસાડ SP નો સંવાદ કાર્યક્રમ, સુરક્ષા, ટ્રાફિક અને આરોગ્ય અંગે કર્યા મહત્વના સૂચનો

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 9:49 AM IST

વાપીમાં ઉદ્યોગકારો સાથે વલસાડ SP નો સંવાદ કાર્યક્રમ, સુરક્ષા, ટ્રાફિક અને આરોગ્ય અંગે કર્યા મહત્વના સૂચનો

વાપી: વાપીમાં સોમવારે VIA હોલમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ ઉદ્યોગકારો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ઉદ્યોગકારોના પોલીસ વિભાગ અંગેના સૂચનો જાણી ઉદ્યોગકારોને સુરક્ષા, સ્વાસ્થ્ય, ટ્રાફિક સમસ્યા અંગે જરૂરી મહત્વના સૂચનો કર્યા હતા.

સંવાદ કાર્યક્રમમાં 200થી વધુ ઉદ્યોગકારો: વલસાડ જિલ્લાના વાપી ડિવિઝન હેઠળના પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેકશન માટે છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા વાપી GIDCની મુલાકાતે છે. વાપી જીઆઇડીસીની અલગ અલગ કંપનીમાં તેઓએ રૂબરૂ મુલાકાત લઇ કંપનીઓમાં મહિલાઓ સાથે કાયદા અંગે તેમજ સેફ્ટી, સાઇબર ક્રાઇમ, ટ્રાફિક જેવા વિષયો પર સેમિનારનું આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નેજા હેઠળ વાપીના તમામ ઉદ્યોગકારો સાથે સુરક્ષા અંગેનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 200થી વધુ ઉદ્યોગકારો જોડાયા હતા.

તમામ ધર્મના લોકો: VIA હોલ ખાતે આયોજિત આ સંવાદ કાર્યક્રમ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોને પોલીસને લગતા પ્રશ્નોના સૂચનો કરવા સાથે આ સંવાદ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે બાદ વાપી ઔદ્યોગિક વિસ્તારમાં વધતા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં તમામ ધર્મના, રાજ્યના લોકો વસવાટ કરે છે. જે ધ્યાને લઈ સુરક્ષા ટ્રાફિક અને આરોગ્ય બાબતે વિશે ચર્ચા કરવામાં આવી હતી.

મુદ્દાઓ પર કર્યા સૂચનો: આ સંવાદ કાર્યક્રમમાં કેટલાક જરૂરી સુચનો ઉદ્યોગકારોને કરવામાં આવ્યા હતા. જેમાં દરેક કંપનીમાં કામ કરતા કર્મચારી દ્વિચક્રીય વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરીને આવે એની દરેક ઉદ્યોગકાર તકેદારી રાખે. કંપનીના ગેટ પર 'નો હેલ્મેટ નો એન્ટ્રી નું અભિયાન હાથ ધરતા બેનર લગાવે. કંપનીમાં દરેક કર્મચારીઓની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે. તેમને સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં આવે. કંપનીમાં જ હેલ્થ સેન્ટર ઉભું કરવામાં આવે. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ બાબતે ઓથોરાઇઝ પર્સનને જ તે હેઝાર્ડ વેસ્ટ આપવામાં આવે. હેઝાર્ડ વેસ્ટને યોગ્ય નિયમો મુજબ ડિસ્પોઝ કરવામાં આવશે. તો બ્લાસ્ટની અને આગની ઘટનામાં ઘટાડો કરી શકાય છે.

સંતોષ વ્યક્ત કર્યો: જિલ્લા પોલીસવડાના આ દરેક સૂચનોની ઔદ્યોગિક એકમોના સંચાલકો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા. સારું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ વાપી GIDC સહિતના આસપાસના વિસ્તારમાં આવેલ પોલીસ મથકના PI સહિતનો સ્ટાફ દ્વારા સારી કામગીરી કરવામાં આવતી હોય જેને કારણે આ વિસ્તારમાં ક્રાઈમમાં ઘટાડો થયો છે. તેવું જણાવી ટ્રાફિક બાબતે સારી કામગીરી કરવામાં આવી રહી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

  1. Vapi-Shamlaji National Highway: બિસ્માર બનેલા વાપી-શામળાજી નેશનલ હાઇવે પર કોંગ્રેસનું ખાડાપૂજન, સપ્તાહમાં ડામર રોડ નહિ બને તો રસ્તા રોકો આંદોલન કરશે
  2. Vapi News: વાપી રેલવે સ્ટેશન પર બનતી ચોરીની ઘટના અને દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે- પશ્વિમ રેલવે ડિવિઝનના પોલીસ વડા

ABOUT THE AUTHOR

...view details