ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના કારણે કપૂરની માગ વધી, 1 કિલોનો ભાવ 500થી 1,200 રૂપિયા થયો - રો-મટિરિયલ્સ

કોરોના કાળમાં જેમ આવશ્યક ચીજવસ્તુઓના ભાવ, દવાના ભાવમાં વધારો નોંધાયો છે. તે જ રીતે કપૂરની માગ વધતા તેના ભાવમાં પણ ડબલ ઉછાળો નોંધાયો છે. ઘરમાં પૂજાપાઠમાં વપરાતા કપૂરથી શરીરનું ઓક્સિજન લેવલ કન્ટ્રોલ કરી શકાય તેવી માન્યતાઓને કારણે અને કેટલાક આયુર્વેદિક નૂસખાંઓના કારણે 550 રૂપિયા કિલોએ વેચાતું કપૂર અત્યારે 1,200 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યું છે.

કોરોનાના કારણે કપૂરની માગ વધી, 1 કિલોનો ભાવ 500થી 1,200 રૂપિયા થયો
કોરોનાના કારણે કપૂરની માગ વધી, 1 કિલોનો ભાવ 500થી 1,200 રૂપિયા થયો

By

Published : May 7, 2021, 12:26 PM IST

  • કોરોનાના કારણે કપૂર અને લવિંગની માગ વધી
  • 500 રૂપિયા કિલોએ મળતા કપૂરનો ભાવ 1,200એ પહોંચ્યો
  • કપૂરથી ઓક્સિજન લેવલ ઉંચું રહેતું હોવાની માન્યતાના કારણે ભાવ વધ્યો

દમણઃ સંઘ પ્રદેશ દમણ સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં 40 ટકા દર્દીઓનું ઓક્સિજન લેવલ નીચું આવતું રહ્યું હોવાનું બહાર આવ્યું છે. કોરોનાના સંક્રમણથી બચવા મેડિકલ ઉપચારની સાથે સાથે આ વખતે લોકો ઘરેલું ઉપચારનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે, જેને કારણે લવિંગ, અજમા અને કપૂરની માગમાં વધારો નોંધાતા ભાવ પણ ડબલ થયો છે.

કોરોનાના કારણે કપૂર અને લવિંગની માગ વધી


આ પણ વાંચોઃકોરોનાને કારણે જૂનાગઢ APMCમાં નારંગી અને સંતરાની આવકમાં 1 હજાર ટકાનો વધારો

કપૂર-લવિંગની ડિમાન્ડ વધી પણ લૉકડાઉનને કારણે ઉત્પાદન ઘટ્યું

કોરોના મહામારીમાં ઠેરઠેર લવિંગ, અજમા અને કપૂરની પોટલીનો વધુ વપરાશ થઈ રહ્યો છે. બજારમાં કપૂરની પોટલી જ નહીં, કપૂર અગરબત્તી પણ ધૂમ વેચાઈ રહી છે, જેના કારણે કપૂરની માગમાં 10 ગણો વધારો થયો છે. એક સમયે કપૂરનો કિલોનો ભાવ 500થી 550 રૂપિયા હતો, જે અત્યારે વધીને 1,200 રૂપિયા સુધી પહોંચ્યો છે.

કોરોનાના કારણે કપૂર અને લવિંગની માગ વધી

લોકો ઓક્સિજન માટે કપૂરના નુસખાં અજમાવે છે

કપૂર, લવિંગ અને અજમાની પોટલી ખિસ્સામાં રાખી વારંવાર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. આવું આજકાલ આપણે તમામ લોકોના મોઢે સાંભળીએ છીએ. કોરોનાની આ બીજી લહેરમાં લોકોનું ઓક્સિજન લેવલ તરત ઘટી જાય છે. જેને લઇને લોકો આ પ્રકારના નુસખાં અજમાવી રહ્યાં છે.

આ પણ વાંચોઃઆયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઃ જિંદગી અને મોત વચ્ચે સેતુ બનેલા આયુર્વેદ ઓસડિયાની માગ વધી

બજારમાં કપૂરની પોટલી 40થી 60 રૂપિયામાં વેંચાય છે

બજારમાં કપૂરની ડિમાન્ડ ખૂબ જ વધી છે. સામાન્ય રીતે લોકો કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ માટે કરતા હોય છે, પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષથી કપૂર હવે કોરોના સામે રક્ષણ મેળવવા માટે વપરાય છે. અત્યારના સમયમાં ડોક્ટર પણ આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી રહ્યાં છે ત્યારે લોકો હવે કપૂરની પોટલી બનાવી સાથે રાખી રહ્યાં છે. આ કપૂરની પોટલી બજારમાં 40થી 60 રૂપિયાની વેચાય છે.

કપૂરથી ઓક્સિજન લેવલ ઉંચું રહેતું હોવાની માન્યતાના કારણે ભાવ વધ્યો

રો-મટિરિયલ્સના અભાવે ઉત્પાદન ઘટ્યું

કોરોના કાળમાં કપૂરનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે કપૂરના ઉત્પાદન માટે ફેક્ટરીમાં કામદારોને ડબલ શિફ્ટમાં કામ કરવું પડે છે. કપૂરની ટિકડી બનાવવા માટે મહારાષ્ટ્રથી રો-મટિરિયલ્સ આવે છે પણ કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાથી રો-મટિરિયલ્સ પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી, જેના કારણે કપૂરનું ઉત્પાદન ઘટ્યું છે. કપૂરની માગ સામે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. આમ, કોરોના કાળમાં કપૂરની માગ વધી છે જેના કારણે ભાવ પણ વધ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details