ત્યારબાદ આ મુદ્દાને લઈને પોલીસ વિમાસણમાં પડી ગઈ હતી. કારણ કે, આ હદ રેલવેની હતી અને રેલવેને જાણ કરવામાં આવી હતી. ત્યારે રેલવે પોલીસે આ હદ પોતાનામાં ન આવતી હોવાનું જણાવ્યું હતું. જે બાદ ભીલાડ પોલીસે તપાસ કરીને રેલવેની હદમાં જ મૃતદેહ હોવાના અંગે રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી.
વાપીના કરમબેલી યાર્ડમાંથી અજાણ્યો મૃતદેહ મળી આવ્યો
વાપી: શહેરમાં નેશનલ હાઈવેની પાસે આવેલા કરમબેલી ગુડ્સ યાર્ડ ખાતે શુક્રવારે રેલવે ટ્રેકની બાજુમાં અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે ભીલાડ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ભીલાડ પોલીસના સબ ઈન્સ્પેક્ટર સહિતની ટીમ ઘટનાસ્થળે આવીને મૃતદેહનું નિરીક્ષણ કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, આ અજાણ્યા આધેડનો મૃતદેહ બે-ત્રણ દિવસ પહેલાની હોવાનું અને માથાના ભાગમાં બોથડ પદાર્થ મારીન ઈજા પહોંચાડી હોવાનું જાણવા મળ્યું હતું. હાલના તબક્કે આ હત્યા છે કે અકસ્માત તે અંગે કોઈ ચોક્કસ વિગતો મળવા પામી નથી. આ અંગે મૃતદેહનું પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. જેના રિપોર્ટ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મૃતદેહ અજાણ્યા ટ્રક ડ્રાઈવરનો હોવા અંગે પોલીસે આસપાસના ટ્રક ડ્રાઈવર, ટ્રાન્સપોર્ટ અને ગેરેજવાળા દ્વારા જાણકારી માટે પણ બોલાવવામાં આવ્યા હતા.
અત્રેઉલ્લેખનીય છે કે, ઉંમરગામ તાલુકામાં કરમબેલી નજીક મળી આવેલ આધેડ વ્યક્તિની ડીકમ્પોઝ્ડ થયેલા મૃતદેહની જેમ ઉંમરગામ ટાઉનના ગાંધીવાડી વિસ્તારમાં પણ એક મહિલાની લાશ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.એક જ દિવસમાં બે-બે જગ્યાએ માનવ મોતની જાણથી સ્થાનિક લોકોમાં પણ અરેરાટી મચી ગઇ હતી. તો છેલ્લા દોઢેક મહિનામાં કુલ સાત જેટલા હત્યા કરાયેલી સ્ત્રી-પુરુષોની અજાણ્યામૃતદેહો મળી આવ્યા છે. જે અંગે કોઈ જ વાલી-વારસ સામે આવ્યા ન હોવાથીપોલીસ હાલ આ તમામ મૃતકોના વાલીવારસોને શોધવા અને હત્યાના કારણો જાણવા તપાસ ચલાવી રહી છે.