ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે બેઠક યોજાઈ - Ahwa

આહવા: ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન અને સહયોગ સાથે યુદ્ધના ધોરણે પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની સૂચના. ડાંગ જિલ્લાના પ્રભારી પ્રધાન રમણલાલ પાટકરે આપી હતી.

સ્પોટ ફોટો

By

Published : May 4, 2019, 3:59 AM IST

રાજ્યમાં પ્રવર્તતી પાણી સહિત અછતની પરિસ્થિતિને ધ્યાને લેતા પ્રજાજનોને ભરઉનાળે પાણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે યુદ્ધના ધોરણે, સમસ્યાનો હલ શોધવા બાબતે માર્ગદર્શન આપતા પાટકરે જિલ્લામાં બોર અને હેન્ડપંપ મરામતના કામો માટે પાણી પુરવઠા યાંત્રિક વિભાગને જરૂર પડે તો મેન પાવર અને મશીનરી વધારીને પણ આવા કામો સત્વરે પૂર્ણ કરવાની સૂચના આપી હતી.

જિલ્લામાં જરૂર પડે તો ટેન્કરથી પણ પાણી પુરૂ પાડીને પ્રજાકિય હાલાંકી દૂર કરવાની હિમાયત કરતા પ્રભારી પ્રધાન વર્ષે પૂરક સુવિધા સાથે લાંબા ગાળાના કાયમી આયોજન ઉપર પણ ભાર મુકવાનો અનુરોધ કર્યો હતો.

ડાંગ કલેક્ટોરેટ ખાતે યોજાયેલી એક તાકિદની બેઠકને સંબોધતા પ્રભારી રમણલાલ પાટકરે પ્રજાની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સમગ્ર પ્રશાસનિક અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી પાર પાડવાનો અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એન.કે. ડામોરે પ્રભારી પ્રધાને જિલ્લાના પ્રજાજનો તરફથી મળેલી રજુઆતોના નિકાલ બાબતે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડતા, સત્વરે સમસ્યાના નિરાકરણની દિશામાં કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણિયાએ જિલ્લા વહિવટી તંત્ર વતી પ્રભારીને જિલ્લાની પાણીની સમસ્યાનું સૌના સહિયારા પ્રયાસોથી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details