- દમણમાં યુવતી સાથે વિડીયો કોલમાં અશ્લિલ હરકત
- પોર્ન સાઈટ પર વિડીયો અપલોડ કરવાની આપતો હતો યુવક
- રાજસ્થાનથી યુવકની કરવામાં આવી ધરપકડ
દમણ : દમણમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેની સાથે ફેસબુક પર દોસ્તી કરી એક યુવતીએ વિડિયો કોલ કર્યો હતો. જેમાં અશ્લીલ હરકતો કરી તેનું રેકોર્ડિંગ કરી લઈ તેને વાયરલ કરી દેવાની તેમજ પોર્ન વેબસાઈટ પર અપલોડ કરી ધમકી આપી પૈસાની માંગણી કરે છે. દમણ પોલીસે આ ફરિયાદ આધારે રાજસ્થાનથી એક યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકની કરવામાં આવી ધરપકડ
નાની દમણ પોલીસે રાજસ્થાનથી એક યુવકની ધરપકડ કરી છે. જમશેદ ખાન નામના આ આરોપી સામે દમણના એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી યુવકના ફેસબુક પર કોઈ પૂજા નામની યુવતીએ(નામ બદલ્યું છે) ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે બાદ ફરિયાદી સાથે મેસેજમાં ચેટિંગ કરી તેનો વોટ્સએપ નંબર મેળવી વિડિયો કોલ કર્યો હતો. વીડિઓ કોલમાં યુવતીએ અશ્લીલ હરકતો કરી તેનું રેકોર્ડીંગ કરી ફરિયાદી ને બ્લેક મેઈલ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં પૈસાની માંગણી કરી જો પૈસા નહિ આપે તો જે વિડિયો કલીપ છે. તેને વાયરલ કરી દેવાની અને પોર્ન સાઇટ પર અપલોડ કરી દેવાની અને પોલીસમાં ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી.