- દમણ પોલીસે દમણમાંથી 46,000 રૂપિયાનો ગેરકાયદેસર દારૂ ઝડપ્યો
- ડાભેલ-આમલિયા વિસ્તારમાં આવેલા આકાંક્ષા કોમ્પ્લેક્સમાંથી ઝડપાયો દારૂ
- દમણ પોલીસે ફ્લેટના 101 નંબરના મકાનમાં બુટલેગરોએ સંતાડેલો દારૂ ઝડપ્યો
દમણઃ દમણ પોલીસે દમણના ડાભેલ-આમલિયા વિસ્તારમાં આવેલા આંકાક્ષા કોમ્પ્લેક્સમાં 101 નંબરના ફ્લેટમાં છાપો મારી વિવિધ બ્રાન્ડનો ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે 46,080 રૂપિયાન દારૂ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો-સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 56,000 વિદેશી દારૂ ઉપર બુલડોઝર ચલાવાયું
પોલીસે દારૂના જથ્થો એક્સાઇઝ વિભાગને સોંપ્યો
દમણ જિલ્લા પોલીસે ગેરકાયદેસર દારૂનો સંગ્રહ કરી તેને વેચતા અને હેરાફેરી કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત 19 મેએ નાની દમણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ડાભેલ-આમલિયા વિસ્તારમાં સીમા બાર નજીક આવેલા આકાંક્ષા કોમ્પ્લેક્સના ફ્લેટ નમ્બર 101માં ગેરકાયદેસર દારૂના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો છે.