ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણમાં અજાણી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો - હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

દમણ: સંઘપ્રદેશ દમણ નજીક આવેલા દુણેઠા ગામ પાસેની અવાવરું પથ્થરની ક્વોરીમાંથી અજાણી મહિલાની હત્યા કરાયેલ મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ છે. 7 થી 8 દિવસ અગાઉ મહિલાની કોઈએ ચાકુથી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જ્યારે વધુ તપાસ દમણ પોલીસે હાથ ધરી છે.

દમણમાં અજાણી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
દમણમાં અજાણી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

By

Published : Dec 17, 2019, 10:30 PM IST

સંઘપ્રદેશ દમણના દુણેઠા ગામ નજીક આવેલી કવોરીઓની અવાવરૂં જગ્યામાંથી મંગળવારે વહેલી સવારે એક મહિલાની કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાની ઉમર અંદાજિત 25 થી 28 વર્ષની છે. અને તેણે ક્રીમ કલરની લેગિન્સ અને લીલા કલરના કુર્તા સાથે કાળા કલરનો દુપટ્ટો પહેરેલ છે. તેમજ મહિલાની આસપાસ એક ચશ્માં અને ચાકુનું કવર પડેલું છે.

મહિલાની છાતી પર ચાકુના એક ઘા નું નિશાન પણ જોવા મળ્યું હતું. મહિલાની મૃતદેહથી થોડેક દૂર સુકાયેલા લોહીના ડાઘ પણ પડેલા દેખાયેલા હતા. મૃતદેહ કોહવાયેલી હાલતમાં પડેલી હોવાથી પ્રાથમિક આશંકા મુજબ સાતથી આઠ દિવસ પહેલા મહિલાની હત્યા થઇ હોય એવું લાગી રહ્યું છે.

દમણમાં અજાણી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
આ બાબતે પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ડોગ સ્ક્વોડ તેમજ એફ.એસ.એલની મદદથી મહિલાની ઓળખ અને તેના મોત અંગેનું રહસ્ય જાણવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details