ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાની અસર: ચીન સિવાયના દેશોમાં આયાત નિકાસના વેપારમાં માઠી અસર - કોરોના વાયરસ

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસની અસરને પગલે દેશની વાપી જેવી ઔદ્યોગિક વસાહતોમાં પડી રહી છે. ચીન સિવાયના અન્ય દેશોમાં આયાત નિકાસ કરતા ઉદ્યોગો પર પણ હવે માઠી અસર વર્તાવાની શરૂ થઇ છે. જે આવનારા સમયમાં ઉદ્યોગો માટે મુશ્કેલીભર્યા દિવસો હોવાનું ઉધોગકારો માની રહ્યાં છે.

corona
કોરોના

By

Published : Mar 3, 2020, 3:00 PM IST

વાપી: ચીન સહિત બે ડઝન જેટલા દેશોમાં કહેર વર્તાવી રહેલા કોરોના વાયરસના કારણે ભારતના ઉદ્યોગોની માઠી દશા બેઠી છે. જેમાં વાપીના મોટાભાગના કેમિકલ ઉદ્યોગો અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં તેની અસર વર્તાઈ રહી છે. તે સાથે જ વાપી અને તેની આસપાસના અન્ય ઉદ્યોગો કે, જેનો મોટા ભાગનો આયાત-નિકાસનો વેપાર ચીન સિવાયના દેશોમાં થઇ રહ્યો છે. ઉદ્યોગોને પણ હવે કોરોના વાઇરસની અસર વર્તાઈ રહી છે. આ અંગે વાપીના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, ઉદ્યોગો માટે હાલમાં કપરો સમય આવ્યો છે. પ્રોડકશન લોસ થઈ રહ્યું છે. મોટા ભાગનું પેમેન્ટ અટકી પડ્યું હોય દરેક ઉદ્યોગને આર્થિક ફટકો પડી રહ્યો છે. જેની અસર ચીન સહિતના દેશોમાં પણ હોય ઉદ્યોગકારોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે.

કોરોનાની અસર: ચીન સિવાયના દેશોમાં આયાત નિકાસના વેપારમાં માઠી અસર

કોરોના વાઇરસની અસરના પગલે ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓએ જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ માટેનું મોટાભાગનું રો-મટીરીયલ ચીનથી આયાત કરવામાં આવે છે. જ્યારે અન્ય કંપનીઓમાં તે પ્રોડક્શન માટેનું મટીરીયલ ચીન સિવાયના દેશોમાંથી પણ મંગાવવામાં આવે છે. જેની હવે અસર વર્તાઈ રહી છે. ગ્લોબલ માર્કેટમાં ભાવ આસમાને પહોંચ્યો છે. ચીનની સરખામણીએ ભારતમાં કોસ્ટ ઓફ પ્રોડકશન ખૂબ જ નબળું છે. ચીનની કોમ્પિટિશન કરી શકે તેવી કન્ડિશન હાલ ભારતની નથી. જો કોરોનાની અસર હજુ પણ બે-ત્રણ મહિના યથાવત રહેશે, તો આવનારા દિવસોમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે દવાઓ મોંઘી બનશે અને ભારતના ઉદ્યોગોએ ગ્લોબલ માર્કેટમાં ટકવું મુશ્કેલ બનશે.

કોરોનાની અસર: ચીન સિવાયના દેશોમાં આયાત નિકાસના વેપારમાં માઠી અસર

ઉલ્લેખનીય છે કે, વાપી સહિત સરીગામ, ઉમરગામ, દમણ અને સેલવાસમાં આવેલા મોટાભાગના ઉદ્યોગો ચીનના કાચા રો-મટિરિયલ પર નિર્ભર છે. તો અન્ય ઉદ્યોગો ચીન સિવાયના દેશો પર, ત્યારે કોરોના વાયરસનો ચીન સિવાયના દેશોમાં પણ પગપેસારો થતા ભારતના મોટાભાગના ઉદ્યોગોની આયાત નિકાસ અટકી છે. જે નાના ઉદ્યોગકારો માટે મરણતોલ ફટકો છે.

કોરોનાની અસર: ચીન સિવાયના દેશોમાં આયાત નિકાસના વેપારમાં માઠી અસર

ABOUT THE AUTHOR

...view details