વાપી-શામળાજી નેશનલ હાઇવે પર કોંગ્રેસનું ખાડાપૂજન વાપી: વાપી-શામળાજી નેશનલ હાઇવેની ખરાબ હાલતને લઈને કોંગ્રેસે રસ્તા પર પડેલા ખાડાઓનું પૂજન કરી વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ સમિતિ દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વાપીના કોંગ્રેસી આગેવાનોએ ખાડા પૂજન કર્યું હતું તેમજ ભાજપ સરકારનો હુરિયો બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાપી શામળાજી માર્ગ એક સપ્તાહમાં ડામર માર્ગ નહિ બને તો આંદોલનની ચીમકી આપી હતી.
કોંગ્રેસના કાર્યકરોએ ખાડાપૂજન કરી વિરોધ વ્યક્ત કર્યો 'આખા ગુજરાતમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વખણાય છે. આ વિસ્તાર ગુજરાતના નાણામંત્રીનો મત વિસ્તાર છે. તેમ છતાં વાપીથી શામળાજી રોડ અત્યંત ખરાબ દશામાં છે. કોંગ્રેસે રસ્તા પર પડેલા ખાડાઓનું પૂજન કરી વિરોધ વ્યક્ત કર્યો છે. જો સરકાર સાનમાં નહીં સમજે તો રસ્તા રોકો આંદોલન કરી એક સપ્તાહ સુધી આ હાઈવે ચોક-અપ કરીશું.' - અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા
રસ્તા રોકો આંદોલનની ચીમકી:અનંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે બિસ્માર માર્ગ પર ડામર ક્યાંય દેખાતો નથી. રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડે છે જેનાથી વાહનચાલકો શ્વાસની ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે. જો કે તેમના આ વિરોધથી સરકાર સતત ડરેલી ગભરાયેલી છે. બિસ્માર રોડના આંદોલનથી અમે લોકોની સાથે રહીએ છીએ એટલે હવે પછી અઠવાડિયામાં જો રસ્તાની મરામત નહીં થાય તો અમે રસ્તા રોકો આંદોલન કરીશુ. રસ્તા પર જ રસોઈ બનાવીશું અને જમણવાર પણ આ રસ્તા પર જ કરીશું. જ્યાં સુધી ડામર રોડ નહિ બને ત્યાં સુધી રસ્તા પર ખાડાઓનું પૂજન કરતા રહીશું.
PI, PSI સાહિતનો પોલીસ કાફલો ખડેપગે 14 વર્ષથી રોડની બિસ્માર હાલત:ખાડા પૂજન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા વાપી પાલિકાના વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ અને નગરસેવક પીરું મકરાણીએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે આ રોડ 14 વર્ષથી આજ હાલતમાં છે. દર વર્ષે ચોમાસા પહેલા રોડ ખોદાઈ જાય છે. દર વર્ષે આંદોલન કરીએ છીએ. મરામત માટે કરોડોની રકમ પાસ કરે છે. તો આ પૈસા ક્યાં જાય છે શું આ પૈસા અધિકારીઓ ખાઈ જાય છે કે શાસક પક્ષ ખાઈ જાય છે.
કેટલાય ઘરના દીપક બુઝાયા: વધુમાં જણાવ્યું કે એક તરફ નીતિન ગડકરી 12 કલાકમાં રસ્તો બનાવવાની ગુલબાંગ મારે છે. તો આ રસ્તો કેમ 14 વર્ષથી બનતો નથી. ખરાબ રસ્તાના કારણે અનેક વાર અકસ્માત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. આ બિસ્માર માર્ગ પર અનેકવાર પ્રસૃતાની ડિલિવરી થઈ ગઈ છે. રસ્તાની મરામત માટે PWDના અધિકારીઓને રજૂઆત કરવા જઈએ છીએ તો ત્યાં અધિકારીઓ ફોન નથી ઉચકતા. બે-બે કલાક રાહ જોવડાવે છે. બિસ્માર રોડના લીધે કેટલાય ઘરના દીપક બુઝાઈ ગયા છે. એટલે એવી જાનહાની ન થાય તે માટે પ્રાર્થના કરવા ખાડા દેવની પૂજા કરી છે.
હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો:કોંગ્રેસના ખાડાપૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, વાપી નગરપાલિકાના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યકરોએ રસ્તો રોકી ખાડા પૂજન કરતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે PI, PSI સાહિતનો પોલીસ કાફલો ખડેપગે રહ્યો હતો. વાપી મામલતદાર પર સ્થળ પર હાજર રહ્યા હતાં. તો, કોંગ્રેસની ખાડાપૂજનની જાહેરાત બાદ સફાળું જાગેલું તંત્ર પણ રસ્તાની મરામતમાં જોતરાયું હતું.
- Rajkot Lok Mela 2023 : રાજકોટ લોકમેળામાં પાથરણાવાળા અને સ્ટોલ ધારકો વચ્ચે માથાકૂટ
- Rajkot Crime: 'કેમ અમને અમારા વિસ્તારમાં ધંધો કરવા દેતા નથી' કહી દારૂ વેચનાર આરોપીઓએ પોલીસ મથકને બાનમાં લીધું