- સંઘપ્રદેશમાં 32માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી
- નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન
- 20 થી 26 જાન્યુઆરી સુધી ઉજવાશે સપ્તાહ
દમણઃ ગુરૂવારના રોજ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ વહીવટીતંત્રના કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન વિભાગ દ્વારા 32માં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
'સડક સુરક્ષા જીવન રક્ષા' ના સૂત્ર સાથે દમણમાં 32માં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ માર્ગ સલામતી અંગે જાગૃત માટે તાલીમ શિબિરનું આયોજન
આ પ્રસંગે દમણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે જાગૃત કરવા એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સંઘના વહીવટી તંત્રના પરિવહન સચિવ ડેનિશ અશરફ હાજર રહ્યા હતા. તેમણે ઉપસ્થિત યુવતીઓને માર્ગદર્શન અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને જવાબદાર નાગરિકની ભૂમિકા ભજવવા જણાવ્યું હતું.
'સડક સુરક્ષા જીવન રક્ષા' ના સૂત્ર સાથે દમણમાં 32માં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ સડક સુરક્ષા જીવન રક્ષાનું સૂત્ર આપ્યું
નોંધનીય છે કે, કેન્દ્ર શાસિત દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ વહીવટીતંત્ર દ્વારા 20 થી 26 જાન્યુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહ મનાવવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને મોટર વાહન અધિનિયમ અને 2019 માં સુધારા અંગે માહિતી આપવામાં આવી હતી.