રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 500 ઉપરાંત સ્થળો પર મૈં ભી ચૌકીદાર કાર્યક્રમ હેઠળ સીધો સંવાદ કરી કરોડો કાર્યકરોને સંબોધન કર્યું હતું. વીડિયો લિંકથી કરાયેલ આ સંબોધનને માણવા સેલવાસ અને દમણમાં ભાજપ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ટોચના નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. તમામે સમૂહમાં બેઠક વ્યવસ્થા જાળવી કાર્યક્રમને નિહાળ્યો હતો. અને મોદીને સાંભળ્યા હતા.
દમણ સેલવાસમાં "મૈં ભી ચોકીદાર" કાર્યક્રમમાં ભાજપ કાર્યકરો રહ્યા ઉપસ્થિત - present
દમણ :- કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ અને દમણમાં મોદીના મૈં ભી ચોકીદાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ભાજપના કાર્યકરોએ માણ્યું હતું. સેલવાસના કિલવણી નાકા અને દમણ સહિત દેશભરના 500 ઉપરાંત સ્થળો પર વીડિયો લિંકથી નરેન્દ્ર મોદીએ સીધો સંવાદ કર્યો હતો.
સ્પોટ ફોટો
આ વિડીયો કોન્ફરન્સ દ્રારા મોદીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું, તો લોકોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતાં. કાર્યક્રમમાં બીજેપીના સેલવાસના ઉમેદવાર નટુભાઈ પટેલ, પ્રદેશ ભાજપના આગેવાનો જ્યારે દમણમાં દમણ દીવ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ટંડેલ, ઉપાધ્યક્ષ મનોજ નાયક, દીપેશ ટંડેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.