દમણ : સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં 8મી નવેમ્બરે યોજાનાર જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ પક્ષે પૂર્ણ બહુમત સાથે વિજયના દાવા કર્યા છે. ત્યારે તેની સામે અપક્ષ પેનલ ઉભી રાખનાર ઉમેશ પટેલે ભાજપ હારશે તેવો દાવો કરી પ્રશાસનની તાનાશાહીનો જવાબ મતદારો આ ચૂંટણીમાં આપશે તેવું જણાવી, ભાજપના ઉમેદવારોનું લીસ્ટ એડમિનિસ્ટ્રેશનની ઓફિસમાં તૈયાર થયું છે. તેમજ ખુદ ભાજપ જ તાનાશાહીનો શિકાર હોવાનો આક્ષેપ કર્યો હતો.
દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં પ્રચાર પડઘમ શાંત, ભાજપ-જેડીયુ-અપક્ષ પેનલે જીતના દાવા કર્યા ભાજપના ઉમેદવારોનું લિસ્ટ એડમિનિસ્ટ્રેશન ઓફિસમાં થયું નક્કીસંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં 8મી નવેમ્બરે યોજાનાર જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયતના મતદાન માટેનો પ્રચાર પડઘમ શુક્રવારે શાંત પડયો છે. જે સાથે જ આ તમામ સીટ પર ભાજપ અને અપક્ષ પેનલના ઉમેદવારો, અધ્યક્ષોએ પોતાની જીતના દાવા કર્યા હતા.
પ્રચાર પડઘમ શાંત, જીતના કર્યા દાવાપ્રચાર પડઘમ શાંત થયા બાદ દમણ ભાજપ કાર્યાલય ખાતે દાદરાનગર હવેલી અને દમણ અને દીવના પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલે જણાવ્યું હતું કે, તેઓ પ્રદેશમાં થયેલા વિકાસની વાતને લઈને મતદારો સમક્ષ ગયા છે. તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, મતદારો ભાજપને આ વખતની જિલ્લા પંચાયત, નગરપાલિકામાં પૂર્ણ બહુમત અપાવશે.
પ્રદેશમાં વિકાસ થયો છે, તાનાશાહીની વાત ખોટીઆ ઉપરાંત દિપેશ ટંડેલે વધુમાં અપક્ષ ઉમેદવારો અને JDU પ્રદેશમાં તાનાશાહી ચાલતી હોવાનો જે પ્રચાર કરી રહ્યા છે. તે ખોટો હોવાનું અને પ્રદેશમાં મેડિકલ કોલેજ, સારા રસ્તાઓ, બાગ બગીચા, સરકારી આવાસ, આરોગ્યની યોજનાઓ સહિત અનેક વિકાસના કામો થયા છે. અપક્ષ કામ કરવામાં નિષ્ફળ ગયા છે એટલે ખોટો આરોપ લગાડી મતદારોને ભ્રમિત કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
ભાજપ જ પ્રશાસનની તાનાશાહીનો શિકારતો બીજી તરફ JDU સાથે ગઠબંધન રચનાર અપક્ષ સાંસદ મોહન ડેલકરને સમર્થિત ઉમેશ પટેલની પેનલ વિજેતા બનશે અને ભાજપને કારમી હાર આપશે, તેવો દાવો ઉમેશ પટેલે કર્યો હતો. ઉમેશ પટેલે તાનાશાહીના પ્રચાર અંગે કહ્યું હતું કે, પ્રશાસનની તાનાશાહીનો શિકાર ખુદ ભાજપના નેતાઓ જ બન્યા છે. તેનું ઉદાહરણ એ છે કે, ઉમેદવારોનું લીસ્ટ એડમિનિસ્ટ્રેશનની ઓફિસમાં તૈયાર થયું છે. પ્રદેશમાં પ્રશાસને વિકાસના નામે વિનાશ વેર્યો છે.
પ્રશાસને મતદારોમાં ભયનું વાતાવરણ ફેલાવ્યુંમતદારો ખૂબ જ દુઃખી અને ગુસ્સામાં છે, તેઓએ જે તકલીફો ભોગવી છે તેનો જવાબ આ વખતની નગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપશે. આ ચૂંટણીમાં ભાજપ હારશે. પ્રશાસને જે ભયનું વાતાવરણ ઊભું કર્યું છે, તેનાથી ભાજપને પોતાનો વિજય દેખાતો હોઈ શકે છે. પરંતુ તે આ મતદાનમાં જોવા મળશે.
ડેલકર સમર્થીત JDU અને અપક્ષ પેનલ આપશે ટક્કરઉલ્લેખનીય છે કે, ભાજપ દમણ નગરપાલિકાની 15 સીટમાંથી 3 પર બિનહરીફ થયું છે. જિલ્લા પંચાયતની 16 માંથી 5 બિનહરીફ જીતી ચુકી છે. દાદરા નગર હવેલીમાં નગરપાલિકાની 15 સીટ, જિલ્લા પંચાયતની 20 સીટ પર લડી રહ્યું છે. દીવમાં 04 ગ્રામ પંચાયતમાંથી 02 પર બિનહરીફ વિજેતા છે. 8 જિલ્લા પંચાયતની સીટમાંથી ત્રણ પર વિજય મેળવી લીધો છે. કુલ 112 સીટમાંથી 90 સીટ ઉપર વિજેતા બનવાનો દાવો ભાજપે કર્યો છે. જ્યારે દાદરા નગર હવેલીમાં JDU અને મોહન ડેલકરનું ગઠબંધન ભાજપને ધોબી પછાડ આપે તેવું ગણિત રાજકીય પંડિતો સેવી રહ્યા છે. જે જોતા કદાચ દીવમાં ભાજપનો ભગવો લહેરાશે. પરંતુ દમણ અને દાદરાનગર હવેલીમાં ભાજપની વિજયની આશા ઠગારી નીવડી શકે તેમ છે.