ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ: ભાજપના લાલુ પટેલે મગરવાડામાં કર્યો ચૂંટણી પ્રચાર - DDH

દમણ : લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર લાલુ પટેલે દમણના મગરવાડા ગામમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ તકે ગામના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહીને લાલુ પટેલનું સ્વાગત કર્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Apr 2, 2019, 1:36 AM IST

દમણ દીવના સાંસદ લાલુ પટેલ જેને દમણની જનતા 108 નંબરની સેવાથી ઓળખે છે. લાલુએ મગરવાડામાં ભાજપના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. લાલુએ પોતાના પ્રચાર દરમિયાન મોદી સરકારમાં થયેલા વિકાસની વાત કરતા જણાવ્યું કે, વડાપ્રધાને આ વિસ્તારને 150 બેઠકની મેડિકલ કોલેજ આપી છે. ચૂંટણી પ્રચારમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ ગોપાલ ટંડેલ, વાસુ પટેલ, વિશાલ ટંડેલે પણ સંબોધન કર્યું હતું. અસ્પી દમણિયા, વિજય સરપંચ, નગીન કાબરીયા સહિતના ભાજપના આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.

DMN

ABOUT THE AUTHOR

...view details