ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણના કાર્યકરને પ્રદેશ અધ્યક્ષ બનાવતા સેલવાસમાં ભાજપના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ - ભાજપના પૂર્વ સાંસદ નટુભાઇ

દમણ: સેલવાસ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવના પ્રદેશ અધ્યક્ષ તરીકે દમણના દીપેશ ટંડેલની વરણી કરવામાં આવતા દાદરા નગર હવેલી ભાજપના કાર્યકરોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અધ્યક્ષ તરીકે નામની જાહેરાત કરનાર સંદીપ પાત્રા સામે દાદરા નગર હવેલીના ભાજપના પૂર્વ સાંસદ નટુભાઇના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો.

bjp
દમણ

By

Published : Jan 18, 2020, 4:49 PM IST

એક કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ દાદરા નગર હવેલી વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ પણ મોટો વિસ્તાર હોવા છતાં દમણના કાર્યકરને અધ્યક્ષ બનાવ્યા છે. જે આ આદિવાસી વિસ્તારને અન્યાય કર્યો ગણાય છે. સાંસદ પણ દમણના અને અધ્યક્ષ પણ દમણના તો દાદરા નગર હવેલીના નિષ્ઠાવાન કાર્યકરોનું શું? તેવા સવાલો ઉઠાવ્યા હતાં. તેમજ સમર્થકોએ સંદીપ પાત્રા સામે જ નારા લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

દમણના કાર્યકરને પ્રદેશ અધ્યક્ષ બનાવતા સેલવાસમાં ભાજપના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ

સમર્થકોએ મચાવેલ હોબાળા દરમિયાન નટુભાઈએ તમામ કાર્યકરોને શાંતિ જાળવવા અને કાર્યાલય છોડી બહાર જવા અનુરોધ કર્યો હતો. જો કે, તેમ છતાં ભાજપ કાર્યાલય ખાતે જ દાદરા નગર હવેલીના નટુભાઇએ સમર્થકોમાં વ્યાપેલો આક્રોશ અને નારાજગી છતી થઈ હતી. જે આગામી દિવસોમાં વિરોધના સૂર તરીકે ફૂટી નીકળશે. તેવા એંધાણ આપ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details