ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણના ડાભેલ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ કરી યુવકની હત્યા - ગુજરાતમાં હત્યાની ઘટના

સંઘપ્રદેશ દમણમાં શુક્રવારે રાત્રે એક યુવક પર કેટલાક અજાણ્યા ઈસમોએ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક યુવકનું નામ વિનોદ માહ્યાવંશી હોવાનું સામે આવ્યું છે.

યુવકની હત્યા
યુવકની હત્યા

By

Published : Aug 29, 2020, 3:18 PM IST

વાપીઃ દમણમાં એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં કેટલાંક અજાણ્યા શખ્સોએ હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે. મૃતક યુવક વાપી નજીક સલવાવનો વતની હતો. ઘટના બાદ દમણ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઇ હુમલો કરનારા લોકોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

સંઘપ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં શુક્રવારે રાત્રે કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા વિનોદ માહ્યાવંશી નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વિનોદને પગ, છાતી અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું.

આ ઘટના અંગે દમણ પોલીસને જાણ થતાં દમણ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મરવડની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, સમગ્ર ઘટના અંગે હાલ વધુ વિગતો જાણવા મળી નથી.

દમણ પોલીસે પણ આ ઘટનામાં સામેલ અને હુમલો કઈ અદાવતમાં કોણે કર્યો છે, તે અંગે તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details