ગુજરાત

gujarat

ETV Bharat / state

સેલવાસમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ, 1 મહિલાની હાલત નાજુક - Blast in a gas bottle

દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં બાવીસા ફળીયા ખાતે એક મકાનમા ગેસ લીકેજના કારણે ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેમાં પતિ-પત્ની સહીત 2 વર્ષની બાળકી દાઝી ગઈ હતી. જેઓને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અને મહિલાની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

daman
સેલવાસમાં ગેસનો બાટલો ફાટતા પતિ-પત્ની સહિત બાળકી દાઝી ગઈ

By

Published : Jan 7, 2020, 7:36 PM IST

સેલવાસના બાવીસા ફળીયા ખાતે એક મકાનમા ગેસ લીકેજના કારણે ફ્લેશ ફાયર થઇ હતી. જેના કારણે ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા પતિ-પત્ની સહીત 2 વર્ષની બાળકી દાઝી ગઈ હતી. દાઝેલામાં મહિલાની હાલત નાજુક હોવાનુ જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ સેલવાસ બાવીસા ફળીયા ઘાંચીમાં ફાતેમાબેન સજ્જાદ ચા બનાવવા માટે ગેસ ચાલુ કરવા જતા જોરાદાર ધડાકા સાથે ફ્લેશ ફાયર થયું હતું. જેના કારણે પતિ પત્ની સહીત એમની 2 વર્ષની દીકરી કુલસુમ દાઝી ગયા હતા.

ધડાકો એટલો પ્રચંડ હતો કે, જેને લઇ 15 ફૂટ દૂર આવેલા સાજીદખાનના ઘરની બારીના કાચ પણ તૂટી ગયા હતા. સાથે સાજિદના ઘરમા રાખેલું LED ટીવી પણ તૂટી ગયું હતું. ઘટનાની જાણ થતા SDPO મનસ્વી જૈન PIKB મહાજન તેમજ ફાયરની ટીમ દોડી આવી હતી. ઇજાગ્રસ્ત દંપતી અને તેમની બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. સેલવાસ સિવિલના તબીબો પાસે મળેલી માહિતી મુજબ સજ્જાદ 50 ટકા જેટલો દાઝયો છે અને એની પત્ની ફાતેમાબેન 50 ટકાથી વધુ ચેહરો અને છાતીના ભાગે દાઝી ગયા છે. જેની હાલત નાજુક હોવાનુ જાણવા મળ્યું છે. તેમજ એની બે વર્ષની દીકરી કુલસુમ 15 ટકા દાઝી ગઇ છે.

સજ્જાદનું ઘર નાનુ હોય તેમજ હવાની અવરજવર માટે યોગ્ય વેન્ટિલેશન ન હોવાના કારણે ઘરમા ગેસ લીકેજ થયો હતો. એના કારણે પ્રચંડ ધડાકા સાથે ફ્લેશ ફાયર થયું હતું. ધડાકામાં ઘરની નજીકના પતરાઓ પણ તૂટી ગયા હતા. આ ઘટના અંગે વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details