ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં સરકારી રેકોર્ડમાં કોરોનાથી 3 મોત, અંતિમધામના રેકોર્ડ મુજબ બે મહિનામા 241 મૃતદેહો આવ્યા - daman corona update

કોરોના મહામારીમાં વલસાડ જિલ્લામાં જેમ સરકારી મોતના આંકડાનો મેળ સ્મશાનના આંકડા મુજબ નથી બેસતો, તેવો જ ઘાટ દાદરા નગર હવેલીના સરકારી રેકોર્ડ અને અંતિમધામના રેકોર્ડમાં પણ નથી બેસતો. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના કાળ દરમિયાન માત્ર 3 જ દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યાનો રેકોર્ડ છે. જ્યારે સેલવાસના મુક્તિધામમાં છેલ્લા 2 મહિનામાં 241 મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા છે.

દાદરા નગર હવેલીમાં સરકારી રેકોર્ડમાં કોરોનાથી 3 મોત
દાદરા નગર હવેલીમાં સરકારી રેકોર્ડમાં કોરોનાથી 3 મોત

By

Published : May 7, 2021, 11:25 AM IST

  • દાદરા નગર હવેલીમાં 241 મૃતદેહોને અગ્નિ સંસ્કાર
  • સરકારી રેકોર્ડ મુજબ 3 જ દર્દીના મોત
  • હાલમાં પણ 1100થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

દમણઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના સામે વલસાડ જિલ્લા કરતા દોઢ ગણા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 2 મહિનામાં સેલવાસ મુક્તિધામ ખાતે 241 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા છે. જેમાં એપ્રિલ મહિનામાં જ 198 મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા છે. પરંતુ સરકારી રેકોર્ડ મુજબ દાદરા નગર હવેલીમાં કોરોનાની બીમારીમાં માત્ર 3 દર્દીઓ જ મોતને ભેટ્યા છે.

દાદરા નગર હવેલીમાં સરકારી રેકોર્ડમાં કોરોનાથી 3 મોત

આ પણ વાંચોઃદમણ-સેલવાસમાં શનિવારે વધુ 234 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

કેટલાય દર્દીઓ સારવાર દરમિયાન મોતને ભેટી રહ્યા છે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી સહિત પાટનગર સેલવાસમાં કોરોના સંક્રમણે ભરડો લીધો છે. સેલવાસની સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. કેટલાય દર્દીઓ સારવાર દરમિયાન મોતને ભેટી રહ્યા છે. પરંતુ, જેમ ગુજરાત સરકાર કોરોનામાં મૃત્યુુ પામનારા દર્દીઓનો સાચો આંકડો છુપાવી રહી છે, તેવી જ રીતે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું પ્રશાસન પણ મોતના આંકડા છુપાવી રહ્યું છે.

દાદરા નગર હવેલીમાં માત્ર 3 જ દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું છે

સંઘપ્રદેશમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 4 લોકોના જ મોત નિપજ્યા હોવાનું અને એમાં પણ દાદરા નગર હવેલીમાં માત્ર 3 જ દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું છે. જોકે તેની સામે સેલવાસના મુક્તિધામમાં છેલ્લા 2 મહિનામાં અગ્નિસંસ્કાર આપેલા મૃતદેહો અંગે વિગતો મેળવતા જાણવા મળ્યું હતું કે, સેલવાસના મુક્તિધામમાં માર્ચ અને એપ્રિલ બે મહિનામાં 241 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવ્યા હતા.

દાદરા નગર હવેલીમાં સરકારી રેકોર્ડમાં કોરોનાથી 3 મોત

એપ્રિલ મહિનામાં 198 મૃતદેહોને અગ્નિસંસ્કાર

એપ્રિલ મહિનામાં જ 198 મૃતદેહોને અગ્નિસંસ્કાર આપ્યા. જેમાં મોટાભાગના દર્દીઓ શંકાસ્પદ કોરોના પોઝિટિવ હતા. જેને કોરોનાની ગાઈડલાઈન મુજબ મૃત્યુદાહ આપવામાં આવ્યો હતો.

આગામી દિવસમાં ગેસ અને લાકડાની તંગી સ્મશાનગૃહથી લઈને નાગરિકોના ઘર સુધી વર્તાશે

દાદરા નગર હવેલીમાં ઘરે અથવા ખાનગી હોસ્પિટલમાં મરણ પામેલા લોકોનું મૃત્યુ પ્રમાણપત્ર સેલવાસ પાલિકા આપે છે તેમજ સેલવાસ સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા લોકોનું પ્રમાણ પત્ર સેલવાસ સિવિલ આપતી હોય છે. આ તમામ નોંધ મુક્તિધામ ખાતે પણ થતી હોય છે. ત્યારે જે રીતે સરકારી અને ખાનગી હોસ્પિટલોએ કોરોના દર્દીઓના સાચા આંકડા બતાવવાનું ટાળી ઓક્સિજનની અને વેન્ટીલેટરની તંગી સર્જી દીધી છે. એવી રીતે જો કોરોનાના મૃત્યુની સાચી સંખ્યા બતાવવામાં નહિ આવે તો કદાચ આગામી દિવસમાં ગેસ અને લાકડાની તંગી સ્મશાનગૃહથી લઈને નાગરિકોના ઘર સુધી વર્તાશે.

દાદરા નગર હવેલીમાં સરકારી રેકોર્ડમાં કોરોનાથી 3 મોત

આ પણ વાંચોઃવલસાડ, સેલવાસ અને દમણમાંથી વધુ 303 પોઝિટિવ કેસ નોંધાયા, 123ને રજા અપાઈ

સ્થાનિક ભાષામાં સમજણ અપાય તો કોરોનાને નાથવા અંતરિયાળ વિસ્તારમાં ફાયદો થઇ શકે છે

ઉલ્લેખનીય છે કે, આ આંકડા ફક્ત સેલવાસ મુક્તિધામના છે. પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં હજુ કેટલાક લોકોએ પંચાયતમાં નોંધણી સુધ્ધાં કરાવી નથી. ગામડાના લોકો સરકારી દફતરે જતા ડરી રહયા છે. એની સાથે કોરોનાનો ઈલાજ અને વેક્સિનેશન માટે પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના અને વેક્સિનને લઈ સ્થાનિક સરપંચો, સભ્યોએ હવે આગળ આવી લોકોને જાગૃત કરવાની જરૂર છે. સ્થાનિક ભાષામાં જો સમજણ અપાય તો કોરોનાને નાથવા અંતરિયાળ વિસ્તારમાં ફાયદો થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details