ગુજરાત

gujarat

લોકડાઉનના કારણે ડિપ્રેશનનો શિકાર બનતા લોકો, વરોડના યુવકે કરી આત્મહત્યા,

By

Published : Apr 18, 2020, 7:24 PM IST

Updated : Apr 18, 2020, 7:56 PM IST

દાહોદ જિલ્લામાં આવેલા બરોડા ટોલ બૂથ પર નોકરી કરતા બિહારના યુવકે લોકડાઉન દરમિયાન વતન નહીં જઇ શકવાથી આત્મહત્યા કરી હતી.

વરોડદરા ટોલબુથ પર નોકરી કરતા યુવકે લોકડાઉનના વધવાથી ડિપ્રેશનમાં આવી કરી આત્મહત્યા
વરોડદરા ટોલબુથ પર નોકરી કરતા યુવકે લોકડાઉનના વધવાથી ડિપ્રેશનમાં આવી કરી આત્મહત્યા

દાહોદઃ જિલ્લામાં આવેલા બરોડા ટોલ બૂથ પર નોકરી કરતા બિહારના યુવકે લોકડાઉન દરમિયાન વતન નહીં જઇ શકવાના કારણે લાગી આવતા બ્રિજ પરથી નદીમાં જંપલાવી આત્મહત્યા કરી હતી.

વરોડદરા ટોલબુથ પર નોકરી કરતા યુવકે લોકડાઉનના વધવાથી ડિપ્રેશનમાં આવી કરી આત્મહત્યા

યુવકનો મૃતદેહ ઝાલોદ અને દાહોદ ફાયર બ્રિગેડની ટીમે ત્રણ દિવસ સુધી શોધખોળ બાદ મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે છપ્પન પર ઝાલોદ તાલુકાના વડોદરા ટોલ પ્લાઝા મુકામે ઉત્તર પ્રદેશ રાજ્યના રામપુર બુઝાર્ગ ગામનો રહેવાસી નિતેશ નોકરી કરતો હતો પરંતુ કોરોના વાઇરસના પગલે લોકડાઉન થવાના કારણે ટોલ પર રહેવાની ફરજ પડી હતી.

લોકડાઉન ખુલસેની આશા હતી પરંતુ સરકાર દ્વારા બીજી વાર પણ લોકડાઉન વધારવામાં આવતાં ડિપ્રેશનમાં આવેલા યુવકે માછણ નદી પરથી ગુરૂવારના રોજ બપોરે નદીના ઊંડા પાણીમાં જંપલાવવાના કારણે તેનું મૃત્યું નીપજ્યું હતું.

નદી પર આજુ-બાજુના યુવાનોએ બૂમાબૂમ કરતા લોકોએ તેની શોધખોળ કરી હતી પરંતુ તે મળ્યો ન હતો. તેમજ ઝાલોદ ફાયર બ્રિગેડની ટીમે ત્રણ દિવસ સુધી શોધખોળ કરી હતી. આ શોધખોળમાં દાહોદ ફાયર બ્રિગેડની ટીમ પણ જોડાઇ હતી. બે દિવસની શોધખોળ બાદ ત્રીજા દિવસે તેનો મૃતદેહ નદીમાંથી મળી આવતા પોલીસે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Last Updated : Apr 18, 2020, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details