ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી, રાજમાર્ગ પર મહિલાઓની રેલી - 1 ઓગસ્ટથી 15ઓગસ્ટ

દાહોદઃ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટી અને જિલ્લા પોલીસ દ્વારા તાલુકા મુકામેથી રેલી નિકળી રાજમાર્ગ પર ફેરવવામાં આવી હતી. રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તાલુકા પંચાયત મુકામે સમાપન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પોલીસ અધિકારીઓ પદાધિકારીઓ અને મહિલાઓ જોડાઈ હતી

દાહોદ મુકામે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી નિમિત્તે મહિલાઓની રેલી રાજમાર્ગો પર ફરી, ETV BHARAT

By

Published : Aug 4, 2019, 5:28 PM IST

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે જિલ્લા પોલીસ વિભાગના મહિલા સુરક્ષા સેતુ દ્વારા તાલુકા પંચાયત મુકામેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાલુકા શાળા મુકામેથી નીકળેલી રેલી શહેરના વિવિધ માર્ગો પર બેનર અને સૂત્રોચ્ચાર સાથે ફરી હતી. દાહોદની તાલુકા શાળાથી કલેકટર વિજય ખરાડી, ડીએસપી હિતેષ જોઈશર અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ પટેલ સહિત પોલીસ અને મહિલા પોલીસ રેલીમાં જોડાયા હતા, દેશમા મહિલા સશક્તિકરણ કરવા માટે મહિલાઓનો આદર શિક્ષણ અને સન્માન આપો એ આપણી ફરજ છે તેવા બેનરો સાથે શહેરના વિવિધ માર્ગો પર ફરી રેલી તાલુકા શાળામાં સમાપન થઈ હતી.

દાહોદ મુકામે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી નિમિત્તે મહિલાઓની રેલી રાજમાર્ગો પર ફરી,ETV BHARAT

આ રેલીમાં મહિલા પોલીસ સહિત અન્ય મહિલાઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 1 ઓગસ્ટથી 15ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડિયાનો કાર્યક્રમ ચાલશે

ABOUT THE AUTHOR

...view details