ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના સ્મશાનમાં સુંદરકાંડ અને લોક ડાયરોનું અનોખુ આયોજન - દાહોદ કૈલાશધામ સેવા સમિતી

દાહોદ: શહેર દૂધીમતી નદી કિનારે આવેલ સ્મશાન પાસેના દુધેશ્વર મહાદેવ મંદિરે કાળી ચૌદસ અને રાત્રી દરમિયાન સુંદરકાંડ અને લોકડાયરાનું 20 વર્ષથી આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ યોજાયેલ લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતાં. તેમજ રાત્રી દરમિયાન ભોજન પ્રસાદી આરોગી હતી.

etv bharat

By

Published : Oct 27, 2019, 4:48 PM IST

કાળી ચૌદસ એટલે અંધશ્રધ્ધાળુ લોકો માટે જાણે કે સ્મશાનમાં જવું નહીં, અવાવરું જગ્યાએ જવું નહિ, ભૂત પ્રેતથી ડરતા લોકો માટે છેલ્લા 20 વર્ષથી આ માન્યતાઓને માત આપે છે. દાહોદના આ સ્મશાનમાં આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરે કાળી ચૌદસની રાત્રે હજારોની સંખ્યામાં લોકો એકઠા થાય છે. માત્ર સ્મશાનના નામથી જ કાંપતા લોકો માટે આ દ્રશ્યો નવાઈ પમાડે તેવા છે. દાહોદના સ્મશાન મંદિરે કાળી ચૌદસની રાત્રે મંદિરમાં સુંદરકાંડ તેમજ ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

સ્મશાનમાં સુંદરકાંડ અને લોક ડાયરોનું આયોજન

દાહોદ શહેરથી લઇને આજુબાજુના ગામના હજારો ભાવિક ભક્તો અહીંયા આવે છે. તેમજ ખોટી માન્યતાઓને માત આપી ભક્તો આખી રાત ભક્તિમાં તલ્લીન રહીને ભોલેનાથને યાદ કરે છે. ડાયરો સુંદર કાંડના આયોજનની સાથે ચા તેમજ નાસ્તાનું પણ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. દૂધેશ્વર મહાદેવના મંદિરે કાળી ચૌદસના દિવસે છેલ્લા 20 વર્ષથી કૈલાશધામ સેવા સમિતી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે. તેમજ ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીં લાભ લે છે.

ABOUT THE AUTHOR

...view details