દાહોદ શહેરના રળીયાતી વિસ્તારમાં રહેતા રાકેશભાઈને પરિવારમાં પારીવારીક ઝઘડો ચાલી રહ્યો હતો. જે આંતર કલેશને લઇ રાકેશે પત્ની અને પુત્રને સાથે રાખી રાત્રિના સમયે ચાકલીયા અંડરબ્રિજ નજીક બી કેબીન પાસે પસાર થઈ રહેલી ટ્રેન નીચે સામૂહિક રીતે પડતું મુકી આત્મહત્યા કરી હતી.
દાહોદમાં ટ્રેન નીચે પડતું મૂકી દંપતિએ પુત્ર સાથે કરી આત્મહત્યા - dahod ma trein ma atmhatya
દાહોદઃ જિલ્લામાં રળીયાતી વિસ્તારમાં રહેતા રાકેશ કુમારે પત્ની અને પુત્ર સાથે રેલ્વે બી કેબીન પાસે અંગત કારણોસર રેલ્વે ટ્રેક પર પડતું મૂકી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
ટ્રેન નીચે પડતું મૂકી સામૂહિક આત્મહત્યા
સામૂહિક આત્મહત્યાના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. રેલવે ટ્રેક પર સામૂહિક આત્મહત્યા કરવાનું RPF અને GRPના સ્ટેશન માસ્ટર દ્વારા મેમો મળતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. તેમજ તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવને લઇને રેલ્વે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.