દાહોદઃ વકરતા કોરોના વાઇરસને અટકાવવા તંત્ર દ્વારા લોકડાઉન કરવામાં આવેલું છે, ત્યારે કેટલાક તત્વો દ્વારા ચોરોની ખોટી અફવા ફેલાવવાના કારણે ભયના માર્યા લોકો ટોળે ટોળા ઘરની બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે. જેથી દાહોદ પોલીસે અફવા ફેલાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમજ અફવા બાબતે જિલ્લા પોલીસવડાએ જણાવ્યું કે, પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ખોટી અફવાઓના કારણે ગેરમાર્ગે દોરાવું નહીં અને ટોળેટોળા બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરશો તો આપની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ નોંધાતા જ જિલ્લા તંત્ર દ્વારા સતત આગોતરા આયોજન સાથે કડકાઈથી લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. તેવા સમયે કેટલાક શખ્સો દ્વારા સપ્તાહથી મોટી સંખ્યામાં ચોર આવ્યાની સાંજ પડે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. જેથી શહેર નજીકના વિસ્તારોમાં રાત્રી દરમિયાન નગરજનોના ટોળેટોળા હથિયારો સાથે બહાર નીકળી રહ્યાં છે. રાત્રિ દરમિયાન નીમનળિયા, નાની સારસી, મુવાલિયા ગામોમાં ચોર આવ્યાની અફવા ફેલાઈ હતી. જેના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાવાના કારણે તેઓ મારક હથિયારો સાથે ઘરની બહાર ટોળેટોળા નીકળીને લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે. તેમજ ફરજ પરની પોલીસ અફવાના પગલે દોડતી થઇ હતી છે.
ચોરોની ખોટી અફવા ફેલાવનારા લોકો પર થશે ક્ડક કાર્યવાહી - કોરોના તાજા સમાચાર
વકરતા કોરોના વાઇરસને અટકાવવા તંત્ર દ્વારા લોકડાઉન કરવામાં આવેલું છે, ત્યારે કેટલાક તત્વો દ્વારા ચોરોની ખોટી અફવા ફેલાવવાના કારણે ભયના માર્યા લોકો ટોળે ટોળા ઘરની બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે. જેથી દાહોદ પોલીસે અફવા ફેલાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
આ સતત ફેલાતી અફવા સંદર્ભે દાહોદ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ખોટી અફવા ફેલાવવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ દાહોદ શહેર અને આસપાસના વિસ્તારમાં ચોર આવ્યા અંગેની ચાલી રહેલી આફવા સંદર્ભે દાહોદ જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરે જણાવ્યું છે કે, જે અફવાઓ બજારમાં ચાલી રહી છે. ચોર અંગેની અને જેના અનુસંધાને લોકો મોટી સંખ્યામાં બહાર નીકળી રહ્યાં છે. એ યોગ્ય નથી લોકોએ કોઇપણ અફવાથી ગેરમાર્ગે દોરવાની જરૂર નથી.
અફવા ફેલાવનારા તમામ વિરુદ્ધ પોલીસ સખત કાર્યવાહી કરશે. આપજે મોટી સંખ્યામાં બહાર નીકળો છો અને લોક ડાઉનનો જે ભંગ થાય છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, આ આપણી કોરોના અંગેની લડાઈના વિરૂદ્ધમાં છે.