દાહોદઃ નાનાબોરીદા ગામના યુવાનને તેના બે મિત્રો દ્વારા પ્રેમ સંબંધની અદાવતે ગળુ દબાવી પાણી ભરેલા કૂવામાં ફેકી દીધો હતો. હત્યાના ઈરાદે કૂવામાં ફેકેલા યુવકને તેના પરિવારજનો દ્વારા બહાર કાઢી સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યા પીએમ રિપોર્ટમાં યુવકનું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ મૃતક પરિવાર ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યા આરોપી પક્ષના લોકો પણ આવી પહોંચ્યા હતા. જ્યા બન્ને પક્ષો વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થયા હતા. જે બાદ આ ટોળાએ બેકાબું બની પોલીસ સ્ટેશન પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેના બચાવમાં પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
દાહોદના સુખનગર પોલીસ મથક પર ટોળાએ કર્યો પથ્થરમારો - લાઠીચાર્જ
નાના બોરીદા ગામના યુવકનું કુવામાં ડુબી જવાથી શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું, પરંતું પીએમ રિપોર્ટમાં યુવકનું ડૂબવાથી નહીં, પરંતુ ગળું દબાવવાના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જે કારણે હત્યાનો ગુનો નોંઘાવવા માટે મૃતકનો પરિવાર પીએમ રિપોર્ટ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યા સામા પક્ષના લોકો પણ પોલીસ સ્ટેશને આવી જતા મામલો બિચકાયો હતો. જે બાદ પોલીસ સ્ટેશન પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જે કારણે ટોળાને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાનાબોરીદા ગામના ડામોર ફળિયામાં રહેતા માજી સરપંચ વિકલા ભાઈ લાલાભાઈ ડામોરના પુત્ર કલ્પેશ અને તેના ઘરે આવેલા મોટા નટવા ગામના સાથી મિત્રો હરીશ બામણીયા અને રાકેશ બામણીયા સાથે વાતચીત કરતા ઊભા હતા. થોડીવાર બાદ કલ્પેશ કૂવામાં પડી ગયો હોવાનો તેમજ બચાવવા માટેની બૂમાબૂમ થતા પરિવારના લોકો દોડી ગયા હતા. કુવામાં પડેલા કલ્પેશને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સુખસર દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
દવાખાનામાં તબીબે કલ્પેશને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડયું હતું. મૃતક કલ્પેશના મૃતદેહને સરકારી દવાખાને પોસ્ટ મોર્ટમ કરવામાં આવતા તેનો રિપોર્ટ ગળું દબાવવાને કારણે મોત નિપજયું હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના અંતર્ગત સુખસર પોલીસ સ્ટેશન મુકામે મૃતક કલ્પેશના પરિવારજનોએ હત્યાની ફરિયાદ નોંધાવા માટે પહોંચ્યા હતા. જ્યાં સામા પક્ષના લોકો પણ પ્રતિ આક્ષેપો કરવા પોલીસ સ્ટેશન આવતા મામલો બિચકાયો હતો. જે બાદ સુખસર પોલીસ સ્ટેશન પર વિફરેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિ વણસે તે પહેલાં જ પોલીસના જવાનોએ ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ બનાવને કારણે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુખસર પોલીસ પહોંચવાની ફરજ પડી હતી.